વુમન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું

 

કેપટાઉન: કેપટાઉનના ન્યુલેન્ડસ મેદાન રમાયેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ ૧૯મી ઓવરમાં ત્રણ વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની શ‚આત સારી રહી ન હતી. જાવેરિયાખાન ૮ રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. તેને દિપ્તિ શર્માએ કેપ્ટન હરમન પ્રીત કૌરના હાથે કેચ આઉટ કરાવી હતી. જયારે ૭મી ઓવરના ૫માં બોલપર રાધા યાદવે મુનીબાને વિકેટકીપર રીચા ઘોષના હાથે સ્ટમ્પિગ કરાવી હતી. આમ પાકિસ્તાને ૭ ઓવરમાં બે વિકેટે ૪૨ રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે ૮મી ઓવરના ત્રીજા બોલ પર નિદા દારને રિચા ઘોષના હાથે કેચ આઉટ કરાવી. રાધા યાદવે ૧૩મી ઓવરના પહેલા બોલ પર સિદ્રા અમીનને વિકેટકીપર રિચા ઘોષનાહાથે કેચ આઉટ કરાવી. પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૪૯ રન બનાવ્યા હતા. ટીમ માટે આયેશા નસીમે ૨૫ બોલમાં ૪૩ રન ફટકાર્યા હતા. જયારે કેપ્ટન બિસ્માહ મ‚કે ૫૫ બોલમાં અણનમ ૬૮ રનનું યોગદાન આપ્યું હતું. મહિલા ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા સામે પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર છે. ટીમે ગયા વર્ષ સિલ્હટમા૧૩૭ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી રાધા યાદવે બે વિકેટ ઝડપી હતી. દીપ્તી શર્મા અને પૂજા વસ્ત્રાકરને ૧-૧ વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાને ટીમ ઇન્ડિયાને ૧૫૦ રનનો ટારગેટ આપ્યો હતો. પાવર પ્લેની છેલ્લી ઓવરમાં એટલે કે છઠ્ઠીઓવરમાં સાદિયા ઇકબાલે યાસ્તિકા ભાટિયાને ફાતિમા સનાના હાથે કેચ આઉટ કરાવી હતી. યાસ્તિકા ૨૦ બોલમાં ૧૭ રન બનાવી શકી હતી. છ ઓવર બાદ ભારતે પહેલી વિકેટ ગુમાવીને ૪૩ રન બનાવી લીધા હતા. ૬૫ રન પર ટીમ ઇન્ડિયાને બીજી ઝટકો લાગ્યો હતો. ૧૦મી ઓવરમાં શેફાલી વર્મા ૩૩ રન બનાવી નશરા સંધુના બોલ પર સિદ્રા અમીનના હાથે કેચ આઉટ થઇ હતી. ૧૪મી ઓવરના ત્રીજા બોલ પર હરમનપ્રીત કૌર ૧૨ બોલમાં ૧૬ રન બનાવીને નશરા સંધુએ કેચ આઉટ થઇ હતી. 

હરમન પ્રીત કૌરના કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપમાં જીત મેળવી છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાને ૭ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ રિચા ઘોષ (૨૦ બોલમાં ૩૧ રન) અને જેમિમા રોડ્રિગ્સ (૩૮ બોલમાં ૫૩ રન)ની અડધી સદીની ભાગીદારીના આધારે ૧૯મી ઓવરમાં ત્રણ વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામે આ ૫મી જીત છે. એકંદરે રેકોર્ડ ભારતે પાકિસ્તાન સામે ૧૧મી જીત છે.