વીમેન્સ ફોરમ દ્વારા આયોજિત પ્રારંભિક બેઠકમાં 42 મહિલાઓએ ભાગ લીધો

0
954

વીમેન્સ ફોરમ દ્વારા બીજી ફેબ્રુઆરીએ મિન્ટ રેસ્ટોરાંમાં પોતાની સૌપ્રથમ બેઠકનું આયોજન કરાયું હતું. વીમેન્સ ફોરમનાં ચેર વીણા લામ્બા, કો-ચેર્સ લલિતા મનસુખાની
અને શાલિની પાવા, કમિટીનાં સભ્યો-રચના શાહદાદપુરી, રિઝ મલિક અને રવિ કાન્તા વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. 2018 આઇએએલઆઇ પ્રેસિડન્ટ ગુંજન રસ્તોગી સાથે

ઇવેન્ટ્સ એડવાઇઝર જ્યોતિ ગુપ્તા, મિડિયા ચેર ઇન્દુ ગજવાની અને મેડિટેશન કો-ચેર સુજાતા શેઠ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં 42 મહિલાઓની ઉપસ્થિતિ હતી.
બેઠક દરમિયાન બિન્ગો અને અંતાક્ષરી યોજાઈ હતી. ગ્રુપે જાહેરાત કરી હતી કે આગામી મીટ બીજી માર્ચે યોજાશે, જેમાં હોળીની પણ ઉજવણી કરાશે