વીણા પટેલ(UK)ને દાનભાસ્કર એવોર્ડ 

 

ચાંગા: ચા‚સેટ કેમ્પસ માટે ‚પિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ સુણાવના વતની અને હાલમાં UK સ્થિત વિખ્યાત દાતા વીણાબહેન પટેલને  ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ચા‚સેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે વીણાબહેન પટેલના માતુશ્રીની સ્મૃતિમાં લલિતાબહેન જશભાઈ પટેલ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજિકલ લેબોરેટરીનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. વીણાબહેન પટેલના હસ્તે તકતીનું અનાવરણ કરી રીબીન લેબોરેટરીનું ઉદ્ઘાટન  કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ચારૂસેટના  પ્રમુખ સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ  નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના મંત્રી ડો. એમ. સી. પટેલ  કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ,  અશોકભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી મધુબહેન પટેલ, માતૃસંસ્થાના  ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ,  વી. એમ. પટેલ,  એડવાઈઝર ડો. બી. જી. પટેલ, સી. એસ. પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, ચારૂ‚સેટના પદાધિકારીઓ,  હોદેદારો, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાતા વીણાબહેન પટેલના પરિવારજનો બહેન પુર્ણિમાબહેન, દીકરી જાગૃતિબહેન, પૌત્ર વગેરે ખાસ UKથી હાજર રહ્યા હતા.