વિસામણબાપુની સ્મૃતિરૂપે પોસ્ટવિભાગ દ્વારા સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરાયું 

 

પાળીયાદઃ મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે પાળીયાદના પ.પૂ. વિસામણબાપુની સ્મૃતિરૂપે ભારત સરકારના પોસ્ટવિભાગ દ્વારા સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાઍ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કુંભ મેળામાં જવાનો અવસર મળે કે ન મળે, પરંતુ આ સાધુ-સંતોના મીની કુંભ મેળાના દર્શન થયા. ટપાલ ખૂબ જ સુંદર શબ્દ છે. ૧૫ પૈસામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમાચાર પહોંચાડી શકાય તેવી સુંદર વ્યવસ્થા ટપાલ વિભાગ જ કરી શકે. આ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન થતાં હવે વિશ્વને પણ વિસામણ બાપુનો પરિચય થશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ ટપાલ ટિકિટનું વિમોચન કરવાનો પોસ્ટ વિભાગનો સંકલ્પ સિદ્ધ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા કહ્નાં હતું કે, ઍક કાઠિયાવાડી તરીકે હું વડાપ્રધાનને અભિનંદન આપું છું, તેમના પ્રબળ નેતૃત્વને કારણે વિશ્વ ફલક પર આપણો દેશ તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપી રહ્ના છે. દેશને ઍક રાખવાનું કાર્ય સાધુ-સંતોઍ કર્યુ છે. સંતો અને સૂરાની ભૂમિમાંથી પ્રબળ ચેતના મળે છે. પશુપાલન મંત્રી તરીકે મને ગર્વ છે કે આ સંસ્થા આપણી વિરાસત સમાન પશુધનનું સુંદર રીતે જતન કરી રહી છે. 

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ની આપણી પરંપરા પર ગર્વની લાગણી થાય છે. વિસામણબાપુની જગ્યા સમગ્ર ભારત માટે આસ્થાનું કેન્દ્ર બની છે.  દેવુસિંહે ટપાલ ટિકિટ વિમોચન પ્રસંગને અવિસ્મરણીય ગણાવતા જણાવ્યું હતું કે, આ પ્રસંગને તેઓ ક્યારેય નહીં ભુલી શકે. 

આ પ્રસંગે ચીફ પોસ્ટમાસ્ટર નીરજ કુમારે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની ભારતીય પોસ્ટ વિભાગની પરંપરા રહી છે. પોસ્ટ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રસંગથી અભિભૂત થયા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાને સાધુ-સંતો, ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોઍ રામ ધૂન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

આ કાર્યક્રમમાં ૧૦૦૮ મહામંડેલશ્વર નિર્મળાબા ઉનડબાપુ અને મુક્તાનંદ બાપુઍ આર્શીવચન આપ્યા હતાં. કાર્યક્રમની સમાપન વિધિ ભયલુબાપુ દ્વારા કરવામાં આવી હતી. આ વેળાઍ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, સાધુ-સંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત