વિસનગરના વિષ્ણુભાઈ સુથારની ત્રણેય દિકરીઓ કોરોના યોદ્ધા

 

 

મહેસાણાઃ જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે. માતા-પિતાનું એ સ્વાભિમાન હોય છે. આવી જ વિસનગરના માતા એક નહિ, બે નહિ પણ ત્રણેય દીકરીઓ કોરોના યોદ્ધ બની દીકરીઓ તરીકે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં એમ્બ્રોયડરીનો વ્યવસાય કરીને ત્રણેય દીકરીઓને મેડિકલ વ્યવસાય સાથે જોડી વિષ્ણુભાઈ સુથારે પ્રેરણાદાયી કામ કર્યું છે. તેમના શબ્દોમાં કહીએ તો આજે મારી દીકરીઓ માનવતાની સાથે રાષ્ટ્રની સેવા પણ કરી રહી છે જેનો મને વિશેષ આનંદ છે.

વિષ્ણુભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમણે સતત સંઘર્ષ કરી તેમના સંતાનોને જીવતા શીખવાડ્યું છે.  તેમણે ત્રણેય દીકરીઓને નર્સિંગનો અભ્યાસ કરાવ્યો અને માતા ઇન્દિરાબેનના સંસ્કાર થકી આજે કોરોના યોદ્ધ બની કામ કરી રહી છે. તેમની મોટી દીકરી વૈશાલીબહેન મહેસાણાસ્થિત ૧૦૦ બેડની કોવિડ-૧૯ સાંઈ ક્રિષ્ણા હોસ્પિટલ, બીજી દીકરી જયમીનીબહેન ૨૦૧૧થી ન્યુ ઝીલેન્ડસ્થિત હોસ્પિટલમાં ફરજ બજાવે છે, જ્યારે તેમની ત્રીજી દીકરી વનીતાબહેન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ પૂરી કરી છે જેઓ હાલ હોમ ક્વોરન્ટાઇન છે. ૧૨ મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર મિત્રો સાથે ખભેખભો મિલાવીને દર્દીઓને સમર્પિત સેવા દ્વારા ઉત્તમ માનવતા દાખવતી તેમની ત્રણેય નર્સ દીકરીઓ અભિનંદનને પાત્ર છે. દીકરી દેવો ભવ આજે વિષ્ણુભાઈની આ ત્રણેય દીકરીઓ કોરોના યોદ્ધા તરીકે માનવતાની સેવા સાથે રાષ્ટ્રની સેવા કરી રહી છે. તેમને આ ત્રણેય દીકરીઓ થકી સન્માન મળી રહ્યું છે. બેટી બચાવો બેટી પડાશવો અભિયાન સાર્થક થઈ રહ્યું છે.