વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાએ ઉપવાસના પારણાં કર્યા

0
881

વિશ્વ હિંદુ પરિષદમાંથી હકાલપટ્ટી થયા પછી ડો. પ્રવીણ તોગડિયા રામ-જન્મભૂમિ પર મંદિરના નિર્માણની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. તેમનું આ અનશન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. તેમને  સમર્થન આપવા માટે કેટલાક લોકો તેમની સાથે ઉપવાસમાં જોડાયા હતા. ઉપવાસના ત્રીજા દિવસ દરમિયાન તેમની તબિયત બગડી હતી. તબીબોએ તેમનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર, ડો. તોગડિયાની કીડનીની  સ્થિતિ સારી નથી. ત્યારપછી સંતો- મહંતો સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.સાધુ-સંતોના સલાહૃ સૂચનને માન આપીને ડો.તોગડિયાએ પારણાં કર્યા હતા.ડો. તોગડિયા ડાયાબિટિસના દર્દી છે. આથી તેમને માટે ઉપવાસ ચાલુ રાખવા એ યોગ્ય નથી એવી તબીબી સલાહ પણ એમને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here