વિશ્વ હિંદુ પરિષદના નવા વરાયેલા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વી. એસ. કોકજે

0
884

વિશ્વ હિંદુ પરિષાદના તાજેતરમાં જ નવા વરાયેલા આંતર-રાષ્ટ્રીય અધ્યક્ષ વી,એસ કોકજેએ જમ્મુ- કાશ્મીરમાં સર્જાયેલી 8વરસની બાળકીના ગેન્ગ રેપ અને હત્યાની નિંંદા કરી હતી, બળાત્કારની ઘટનાને તેમમે શરમજનક ગણાવી હતી.વિહિપના અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર પોતાના વતનમાં આવેલા કોકજેએ કહ્યું હતું કે, બળાત્કારનું કૃત્ય એ માનવ અધિકારની વિરુધ્ધ છે. જે રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે, આતંકવાદનો કંઈ ધર્મ નથી હોતો, એ જ રીતે બળાત્કાર અને હત્યાના મામલામાં આરોપી અને પીડિતાના ધર્મની વાતને વચ્ચે ના લાવવી જોઈએ. કઠુઆના મામલામાં જે લોકો સાંપ્રદાયિક વાતો કરે છે તેઓ સમાજનું અહિત કરે છે. અદાલતની કામગીરી અને અદાલતના નિર્ણયનો વિરોધ કરવા માટે આંદોલન ન કરવું  જોઈએ. અદાલતના ફેંસલાઓનો વિરોધ કરવા માટે કાનૂની અને બંધારણીય રીત- રસમોનો ઉપયોગ કરીને જ લડવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, હિંદુ સમુદાયમાં સવર્ણો અને દલિતો વચ્ચે થતી હિંસક લડાઈ યોગ્ય નગણાય, આવી હિંસક ઘટનાઓ સાથે સંકળાયેલા લોકોને સખત સજા થવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, અમારા પદાધિકારીઓની ચૂંટણી થઈ છે. નવી વ્યક્તિઓ પદ પર આવી છે, પણ અમારા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કરવાનો મુદો્ અમારી અગ્રીમ- પ્રાથમિક જવાબદારી છે. અમને વિશ્વાસ છે કે, દેશની સુપ્રીમ કોર્ટ જલ્દીથી એનો ફેંસલો આપશે.