વિશ્વ બેન્કનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ભારતનો વૃદ્ધિ દર ૭.૧ ટકા રહી શકે

 

નવી દિલ્હીઃ વિશ્વ બેન્કે ચાલું નાણાંકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને ૭.૫ ટકા કરી દીધુ છે. આ પહેલાં તેણે ભારતનો વર્ષ ૨૦૨૨-૨૩નો આર્થિક વૃદ્ધિદર ૮.૭ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. વિશ્વ બેન્કે વૈશ્વિક આર્થિક સંભાવનાઓ પર પોતાના રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સમાં કહ્નાં કે વર્તમાનમાં મોંઘવારીના વધતા દબાવ, સપ્લાય ચેનમાં આવી રહેલાં વિઘ્નો અને ભૂ-રાજનીતિક તણાવોથી ઉભા થયેલા પડકારોને જોતા ભારતના વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડવામાં આવ્યું છે. વિશ્વ બેન્કનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં પણ ભારતનો વૃદ્ધિ દર ૭.૧ ટકા રહી શકે છે. જે તેના પાછલા અનુમાનથી ૦.૩૦ ટકા વધુ છે. પાછલું અનુમાન ૬.૮ ટકાનું હતું. રિપોર્ટમાં અનુમાન છે કે વર્ષ ૨૦૨૪-૨૫ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વૃદ્ધિ ૬.૫ ટકા રહી શકે છે. વિશ્વ બેન્કે ૨૦૨૨ના વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિના અનુમાનને પણ ૪.૧ ટકાથી ઘટાડી ૨.૯ ટકા કરી દીધુ છે. વિશ્વ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્નાં કે, વૈશ્વિક વૃદ્ધિ ૨૦૨૧ના ૫.૭ ટકાથી ઘટી ૨૦૨૨માં ૨.૯ ટકા સુધી આવી શકે છે. આ વૈશ્વિક નાણાંકીય સંગઠને જાન્યુઆરી ૨૦૨૨ની વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું અનુમાન ૪.૧ ટકા રાખ્યું હતું.