વિશ્વ ઉમિયાધામ ખાતે ગુજરાત ટાઈમ્સના પ્રતિિનધિ દિગંત સોમપુરાનું સન્માન

અમદાવાદઃ અમદાવાદમાં એસ. જી. હાઈ-વે પર આકાર લઇ રહેલ વિશાળ ઉમિયા મંદિરની મુલાકાત ગુજરાત ટાઈમ્સના પ્રતિનિધિ દિગંત સોમપુરાએ લીધી હતી.
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના અગ્રણી કાંતિકાકા, ઉપપ્રમુખ ડી. એન. ગોલ અને પ્રમુખ આર. પી. પટેલે સંસ્થાની બહુવિધ પ્રવૃતિઓ સહિત આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી.
સાથે સાથે સમાજમાં આર્થિક, સામાજિક સમરસતા જળવાઈ રહે અને ભણતર તથા નોકરીઓથી કોઈ વંચિત ન રહે એવી ઉમદા ભાવના સાથે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે બહુમુખી પ્રતિભાસંપન્ન સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલે દિગંત સોમપુરાનું સન્માન કર્યું હતું અને અમેરિકામાં ગુજરાતી તથા અંગ્રેજી અખબાર ચલાવવા બદલ ડો. સુધીર પરીખને પણ બિરદાવ્યા હતાં.
આ પ્રસંગે ખાટું શ્યામ (દિલ્હી)ના પ્રીતમબાબા જી અને વિશ્વ ઉમિયાધામના એડવોકેટ સંજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં