વિશ્વ ઈતિહાસના સૌથી મોટા દાનવીર ઈલોન મસ્કે

 

ન્યુયોર્ક: વિશ્ર્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કે કહ્યું કે નવેમ્બરમાં તેમણે તેમની કંપની ટેસ્લાના ૬ બિલિયન ડોલર (લગભગ ૪૫,૨૨૫ કરોડ ‚પિયા)ના શેર ચેરિટી માટે દાનમાં આપ્યા હતા. ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ યુએસ સ્ટોક માર્કેટમાં સબમિટ કરેલા દસ્તાવેજમાં આ માહિતી આપી કે એલન મસ્કે ૧૯ નવેમ્બરથી ૨૯ નવેમ્બરની વચ્ચે કંપનીના ૫ મિલિયન શેર દાનમાં આપ્યા હતા.

નવેમ્બર ૧૯ અને નવેમ્બર ૨૯ની વચ્ચે ટેસ્લાના શેરની સરેરાશ કિંમતના આધારે આ દાનમાં આપેલા ૫૦ લાખ શેરની કિંમત ૫.૭ અબજ ડોલર (આશરે ‚. ૪૫,૦૦૦ કરોડ) છે, જે ઈતિહાસનું સૌથી મોટા દાનમાંથી એક બનાવે છે. આ શેર એક ટ્રસ્ટને આપવામાં આવ્યા છે, જેનું નામ સાર્વજનિક કરવાનું બાકી છે. દસ્તાવેજમાં પણ આ ટ્રસ્ટના નામનો ઉલ્લેખ નથી. એલન મસ્કનું દાન એવા સમયે આવ્યું છે જ્યારે અસમાનતા અને શ્રીમંતો પરના સંભવિત ટેક્સને લઈને યુએસ સેનેટર્સ બર્ની સેન્ડર્સ અને એલિઝાબેથ વોરન જેવા નેતાઓ સાથે તેમની તકરાર ચાલી રહી હતી. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (UNWFP)ના પ્રમુખે તે સમયે એલન મસ્ક જેવા શ્રીમંત લોકોને અપીલ કરી હતી કે તેઓ લોકોને મદદ કરવા માટે ઓછામાં ઓછા એક વખત આગળ આવે.

એલન મસ્કના દાન પાછળનું એક મોટું કારણ એ છે કે તે યુએસ સરકારને ટેક્સ ચૂકવવાનું ટાળશે કારણ કે દાન કરવામાં આવેલ પૈસા પર ટેક્સ લાગતો નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ એલન મસ્કે ગત વર્ષે ટેસ્લા સ્ટોક ઓપ્શન્સનું મોટા પ્રમાણમાં રિડમ્પશન કર્યું હતું. એલન મસ્ક એ સમયે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું હતુ કે જો તમે ખાતરી આપો કે તેમના એક સમયના દાનથી સમગ્ર વિશ્ર્વમાં ભૂખમરાનો અંત આવશે, તો તેઓ તેમની ૬ અબજ ડોલરની સંપત્તિ દાન કરવા તૈયાર છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એલન મસ્કે આ દાન યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (UNWFP)ને આપ્યું હશે.

જો કે ઘણા લોકો એવું પણ માને છે કે મસ્કે આ પૈસા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (UNWFP)ને નહીં, પરંતુ તેના પોતાના ચેરિટી ફાઉન્ડેશનને આપ્યા છે. મસ્કના ફાઉન્ડેશને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની સ્પર્ધા માટે ૧૦ કરોડ ડોલર અને કોવિડ સંબંધિત સંશોધન કરી રહેલા બે વૈજ્ઞાાનિકોને ૫૦ લાખ ડોલર સહિત અનેક મોટા દાન આપ્યા છે.