વિશ્વવિજેતા બોકસર એમસી, મૈરી કોમે સ્થાપેલા એનજીઓની જાંચ- તપાસ

0
920
IANS

ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે, રાજ્યસભાના નિયુક્ત સભ્ય અને પ્રસિધ્ધ મુક્કેબાજ મૈરીકોમની રચેલી સંસ્થાએ વિદેશથી આવતા નાણા-ભંડોળ  બાબત કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોવાની માહિતી મળી હોવાથી તેમના એનજીઓની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે.વિદેશમાથી નાણાકીય ફંડ-લેવા બાબત રચાયેલી આચારસંહિતાનો આ એનજીઓ દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો. મેૈરીકોમની રચેલી આ સંસ્થા- મૈરીકોમ રિજનલ ફાઉન્ડેશને ગેરરીતિઓ આચરીને ફંડ મેળવ્યું હોવાના આરોપ બાબત હવે સધન તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય 20 જેટલી બિ્નસરકારી સંસ્થાઓના નાણાં વ્યવહાર બાબત અનેક ફરિયાદો મળી હોવાથી સરકાર એ તમામસંગઠનોની પણ તપાસ કરી રહી હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.