વિશ્વમાં ૨૦૨૦ના અંત સુધીમાં ૮.૬ કરોડ બાળકો બની જશે ગરીબઃ સંશોધન

 

નવી દિલ્હીઃ કોરોનાની મહામારીના કારણે ૨૦૨૦ના અંત સુધીમાં ૮.૬ કરોડ બાળકો ગરીબ બની જશે. તેનાથી વિશ્વભરમાં ગરીબીથી પ્રભાવિત બાળકોની કુલ સંખ્યા ૬૭.૨ કરોડ થઈ જશે. આ ગત વર્ષની સરખાણીમાં ૧૫% વધારે હશે તેમા બે તૃત્યાંશ બાળકો આફ્રિકા અને દક્ષિણ એશિયાના દેશોમાં હશે. યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રનના સ્ટડીમાં આ વાત સામે આવી છે. 

આ પહેલા પણ વર્લ્ડ બેન્કે પણ મહામારીના કારણે વિશ્વભરમાં ગરીબી વધવાની આશંકા વ્યક્ત કરી હતી. બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપોસે ગત વર્ષે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મહામારીથી વિશ્વમાં છ કરોડ લોકો ખુબ ગરીબ થઈ જશે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષમાં કરેલા તમામ નફાને પણ ગુમાવી દેશે. યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રને તમામ સરકારને આગ્રહ કર્યો છે કે પાતાની સામાજિક સુરક્ષા પ્રણાલીનો વિસ્તાર કરે. સ્કૂલોમાં બાળકોને જમવાનું ઉપલબ્ધ કરાવવામાં ઝડપ લાવે તેનાથી મહામારીની અસર ઓછી કરી શકાશે. બંને એજન્સીઓએ વર્લ્ડ બેન્ક, આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડાર અને ૧૦૦ દેશની વસતીના આધારે મહામારી ફેલાવાનું આકલન કર્યું છે. તે મુજબ મહામારી યુરોપ અને મધ્ય એશિયામાં વધારે ફેલાવાની આશંકા છે. યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરિટા ફોરે કહ્યું કે કોરોનાના કારણે પરિવારોમાં  મોટાપાયે આર્થિક સંકટ આવશે. તેમા બાળકોની ગરીબીને ઓછી કરવાની ગતિ ઘણા વર્ષો પાછળ જતી રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here