વિશ્વમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ દિલ્હીમાં

 

નવિ દીલ્હીઃ વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટમાં ભારતમાં એક પણ શહેર માપદંડોને પૂર્ણ કરતું નથી. એર કવોલિટી રેન્કિગમાં ભારતની રાજધાની દિલ્હી (૮૫.૫)ને સૌથી પ્રદૂષિત શહેર તરીકે મૂકવામાં આવ્યું છે. તે પછી બાંગ્લાદેશની રાજધાની ઢાકા (૭૮.૧)ને ત્રીજા નંબરે આફ્રિકન ખંડના ચાડની રાજધાની એન જેમના (૭૭.૬) છે. ૨૦૨૧ ગ્લોબલ એર કવોલિટી રિપોર્ટમાં ૧૧૭ દેશોના ૬૪૭૫ શહેરોનો ડેટા સામેલ છે. આ રિપોર્ટમાં ૨૦ થી ૩૫ ટકા શહેરી પીએમ ૨.૫ પ્રદૂષણને વાહન પ્રદૂષણને નોંધવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં ૨૦૨૧માં પીએમ ૨.૫ની સાંદ્રતામાં ૧૪.૬ ટકાનો વધારો થયો છે. પીએમ ૨.૫ ૨૦૨૦માં ૮૪ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધીને ૯૬.૪ માઇગ્રામ પ્રતિ ઘન મીટર થઇ ગયું છે. તે જ સમયે, રિપોર્ટ અનુસાર, ભારતની વાર્ષિક પીએમ ૨.૫ એવરેજ ૨૦૧૯માં માપવામાં આવેલી સાંદ્રતા પર પાછી આવી છે. ગ્રીનપીસ ઇન્ડિયાના કેમ્પેઇન મેનેજર અવિનાશ ચંચલે જણાવ્યું હતું કે આ રિપોર્ટ સરકારો અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચેતવણી સમાન છે. લોકો ખતરનાક રીતે પ્રદૂષિત હવામાં શ્વાસ લઇ રહ્યાં છે. જો આ માટે સમયસર સુધારાત્મક પગલાં લેવામાં નહિ આવે તો પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે. WHOએ ભારતની રાજધાની દિલ્હીમાં કેટલું પ્રદૂષણ છે તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. યુએન એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એજન્સીએ મંગળવારે વિશ્વભરના શહેરોની હવાની ગુણવત્તાની રેન્કિગ બહાર પાડી. આ રિપોર્ટમાં દિલ્હીને વિશ્વની રાજધાની શહેર સૌથી પ્રદૂષિત શહેર ગણાવ્યું છે. આ રિપોર્ટમાં ૫૦ સૌથી ખરાબ ગુણવત્તાવાળા શહેરોમાંથી ૩૫ ભારતમાં છે.