વિશ્વભરમાં અત્યાર સુધીમાં 72 લાખ લોકો કોરોનાથી સંક્રમિત, ચાર લાખથી  વધુ લોકોનાં મોત …!

 

       સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આખી દુનિયામાં કુલ 72 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને આશરે 4 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. વિશ્વના 26 જેટલા દેશોએ કોરોના સામેની લડાઈ જીતી લીધી છે. ઉપરોક્ત 26 દેશોમાં હવે કોરોનાનો એક પણ પોઝિટિવ  કેસ થયાં નથી. વિશ્વભરમાં 35 લાખ, 53 હજારથી વધુ લોકો કોરાને પરાજિત કરીને સાજા થયાના અહેવાલ છે. વિશ્વભરમાં હાલમાં કોરોના વાયરસના 32.54 લાખ એકટિવ કેસ છે, જેમાં 32.01  લાખ કેસ માઈલ્ડ- હળવા પ્રકારના છે. જયારે 53,800થી વધુ લોકો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે 26 દેશોમાં કોરોનાનો અત્યારે એકપણ એકટિવ કેસ નથી તે દેશોમાં  આઈ લેન્ડ ઓફ મેઈન, મોન્ટેનેગ્રો, ફૈરો આયલેન્ડ લેસ્ટે, ન્યુ કેલડોનિયા, લાઓસ, ફિજી, અરુબા, ફ્રેન્ચ પોલી નેશિયા, મકાઓ, એરિત્રી, તિમોર, ત્રિનિદાદ, ટોબૈગો, ગ્રીનલેન્ડ. વેટિકન સિટી, સેશેલ્સ, બ્રિટિશ વર્જિન આય લેન્ડ. પાપુઆ ન્યૂ ગિની, નેધરલેન્ડ, સેન્ટ બર્થ, વગેરેનો સમાવેશ થાય છે. નયૂઝીલેન્ડ ગઈકાલે જ કોરોના મુક્ત દેશ બન્યો છે. દેશના હેલ્થ ડિપાર્ટમેન્ટે આ માહિતી આપી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટના ડિરેકટે જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી બાદ કોરોનાનો એક પણ કેસ ના થવો એ આપણા માટે એક મહત્વની ઘટના છે.