વિશ્વબેન્કના અધ્યક્ષ જિમ યોંગ કિમે અચાનક પોતાના હોદા્ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી ….

0
763

વિશ્વબેન્કના વર્તમાન અધ્યક્ષ જિમ યોંગ કિમે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમનો કાર્યકાળ પૂરો થવાને તો હજી આશરે ત્રણ વરસની અવધિ બાકી છે. તેઓ આગામી ફેબ્રુઆરી મહિનાથી પોતાનું પદ છોડી દેશે. વિશ્વબેન્કની મુખ્ય કાર્યપાલક અધિકારી ( સીઈઓ)  ક્રિસ્ટાલિના જાર્જિએવા ફ્રેબ્રુઆરીથી વચગાળાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી લેશે. સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય અધ્યક્ષ જિમ યોંગ કિમનો વ્યક્તિગત નિર્ણય છે. વિશ્વબેન્કના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા અધ્યક્ષની વરણી કરવાનું કાર્ય  ત્વરાથી શરૂ કરવામાં આવશે. દક્ષિણ કોરિયામાં જન્મેલા 58 વરસના કિમે ચિકિત્સા વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સલાહકાર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. તેમણે આ બીજી વખત અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમનો કાર્યકાળ 2022માં પૂરો થતો હતો. પરંપરા પ્રમણે, અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી વ્યકિતને જ વિશ્વબેન્કનું અધ્યક્ષપદ આપવામાં આવતું હતું. અમેરિકા દ્વારા જ અધ્યક્ષની વરણી કરવામાં આવતી હતી. દુનિયાના અન્ય દેશો દ્વારા આબાબતની ટીકા કરવામાં આવતી હતી. આથી 2012માં તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ પરંપરા તોડીને દક્ષિણ કોરિયાના જિમ યોંગ કિમને વિશ્વબેન્કના અધ્યક્ષ બનાવ્યા હતા.