વિશ્વનું સૌથી સ્વચ્છ સ્થળઃ આજે પણ અક્ષુણ્ણ અને અણીશુદ્ધ

 

નવી દિલ્હીઃ માનવ ગતિવિધિઓનાં કારણે જળવાયુમાં ઝડપથી પરિવર્તન થઇ રહ્યું છે, એટલા માટે વૈજ્ઞાનિકો અને સંશોધકોએ પૃથ્વી પર એક એવો ખુણો શોધવા માટે હંમેશા સંઘર્ષ કર્યો છે. જે લોકોની પહોંચથી દુર હોય અને તેના પર માનવ ગતિવિધિઓનો કોઇ પ્રભાવ ન હોય. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીનાં સંશોધકોએ અત્યારે એક એવા વાયુમંડળીય વિસ્તાર શોધ્યો છે જે માનવીય ગતિવિધિથી જરા પણ પ્રભાવિત નથી થયો. તેમનું કહેવું છે કે અહીં વિશ્વની સૌથી સાફ હવા છે, જે એરોસોલ કણોથી મુક્ત છે. આ દક્ષિણી મહાસાગરની ઉપર આવેલું છે, જે એન્ટાર્કટિકાનાં ચારે તરફ છે. આ પરિણામ દક્ષિણી મહાસાગરનાં બાયોએરોસોલ સંરચનાનાં એક ખાસ પ્રકારનો અભ્યાસ પર આધારિત હતું. સંશોધકોને જાણવા મળ્યું કે, સીમા પરત હવા જેમાં દક્ષિણી મહાસાગરની ઉપર નીચલા વાદળ છે, જે માનવ ગતિવિધિઓ જેવા ઇંધણ અને વેસ્ટ વોટર ડિસ્પોઝલથી ઉત્પન્ન થનારા એરોસોલ કણોથી મુક્ત હતી.