વિશ્વનું સૌથી ખરાબ શહેર છે મુંબઈ !

0
819

 યુરોપિયન કાર પાર્ટસ રિટેલર મિસ્ટર ઓઠો દર વરસે ડ્રાઈવિંગ સિટી ઈન્ડેકસનો અહેવાલ પ્રકાશિત કરે છે. જેમાં  વિશ્વના કુલ 100 જેટલાં શહેરોમાં ડ્રાઈવિંગ માટેની પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે. ભારતમાં એવા ઘણા શહેરો છે જ્યાં અતિશય ટ્રફિકને કારણે વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ જેવા મહાનગરોમાં વાહન- વ્યવહારના નિયમનની સમસ્યા વિરાટ બની ચુકી છે. મિઓટો દ્વારા આપવામાં આવતા ઈન્ડેકસમાં ખાસ  તો સંબંધિત શહેરમાં ડ્રાઈવિંગની સમસ્યા પર નજર રાખવામાં આવતી હોય છે. આ ઈન્ડેક્સ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, સેફઠી અને પ્રાઈઝ- મૂલ્યના આધાર પર ડ્રાઈવિંગની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ડ્રાઈવિંગ સિટીઝ ઈન્ડેક્સના અહેવાલમાં જણાવ્યા અનુસાર, મુંબઈને આખી દુનિયામાં વાહન ચલાવવા માટેનું સૌથી ખરાબ શહેર જાહેર કરવામાં આવ્યું છે. ડ્રાઈવિંગ માટે સારા ગણાયેલા દુનિયાના શહેરોમાં દુબઈ, કેનેડાનું કેલ્ગરી, તેમજ કેનેડાના અન્ય શહેરો આ ઈન્ડેકસમાં પ્રથમ કેટેગરીમાં ગણાયા છે. મુંબઈમાં ટ્રાફિક-જામની સમસ્યા બહુ જૂની છે. એમાં પણ જેમ જેમ મુંબઈમાં વસ્તીનો વધારો થતો ગયો તેમ સ્થિતિ વધુ વિકટ બની રહી છે. મુંબઈમાં મોટાભાગના સ્થળો પર પાર્કિગની  કોઈ સુવિધા નથી. નિવાસસ્થાનો તેમજ દુકાનો કે બજારો કે ઓફિસો માટે પાર્કિંગની સુવિધા વિષે હવે જાગૃતિ આવવા માડી છે. વાહનોને કા઱મએ પ્રદૂષણની સમસ્યા પણ વકરી રહી છે.