વિશ્વનું છટ્ઠું સોથી મોટું અર્થતંત્ર બને છે ભારત

0
393

પ્રગતિના પંથે આગળ વધી રહેલો  ભારત દેશ આજે સમગ્ર વિશ્વમાં એક અગ્રણી અર્થતંત્ર તરીકે પ્રતિષ્ઠા મેળવી રહ્યો છે. ફ્રાંસ જેવી મહાસત્તાઓને પાછળ ધકેલી દઈને ભારતે જગતની સૌથી મોટી છઠ્ઠી  અર્થસત્તા તરીકે સ્થાન મેળવી લીધું છે. વિશ્વબેન્ક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર, ફ્રાંસ 7મા સ્થાને પહોંચી ગયું છે. ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)  2.597 ટ્રિલિયન ડોલર થયો છે. જે ફ્રાન્સના 2.582 ટ્રિલિયન ડોલર કરતાં વધુ છે. અનેક મહિનાઓ સુધી મંદીની પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ દેશની આર્થિક વ્યવસ્થામાં જુલાઈ 2017થી ઉછાળો નોંધાયો હતો. ઉપરોક્ત અહેવાલ વિશ્વબેન્કે 2017માં પ્રકાશિત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.