વિશ્વના કોરોનાગ્રસ્ત દેશોનું જન- જીવન અને અર્થ- વ્યવસ્થા પર સંકટના વાદળ ઘેરાયેલાં છે. અમેરિકાના એક અગ્રણી વર્તમાન પત્રમાં જણાવ્યા અનુસાર, અમેરિકાના 50 રાજયોમાંથી 30 રાજ્યોમાં લોકડાઉન ખુલ્યું છે. બેલ્જિયમ અને જર્મનીમાં આગામી 15 જૂનથી બહારના પ્રવાસીઓને આવવાની છૂટ આપવામાં આવી છે.

 

    ન્યુયોર્ક શહેરમાંથી સાધન – સંપન્ન લોકોએ સપરિવાર સ્થળાંતર કર્યું છે.  તેઓ બીજા રાજ્યોમાં શિફટ થયા છે. અત્યાર સુધીમાં આશરે 4 લાખ, 20 હજાર લોકોએ ન્યુ યોર્ક છોડી દીધું છે. 1 માર્ચથી 1 મે સુધીમાં શહેરની 5 ટકાથી વધુ વસ્તી શહેર છોડીને બીજે રહેવા જતી રહી છે. ન્યુ યોર્કમાં કોરોના સંક્રમણના  3 લાખથી વધુ કેસ થયા હતા. જેમાં 28 હજારથી વધુ લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. અમેરિકામાં કોરોનના સંક્રમણના 15 લાખથી વધુ કેસ થયા છે અને આશરે 90 હજારથી વધુ લોકોનાં મોથ થયા હતાં. 

 આર્થિક રીતે અતિ સંપન્ન લોકો , જેમની વાર્ષિક આવક 16 કરોડ રૂપિયાથી વધુ છે તેવા શહેરના એક ટકા લોકો ન્યુ યોર્ક છોડી ગયા હતા, જયારે જેમની વાર્ષિક આવક 67-68 લાખ રૂપિયા છે, તેવા 80 ટકા લોકોએ શહેર છોડ્યું નથી