વિશ્ર્વ ગુજરાતી સમાજ યુથ વિંગના હોદ્દેદારો માટે અભ્યાસ વર્ગનું આયોજન

 

અમદાવાદ: વિશ્ર્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી. કે. પટેલ અને આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર પૌરસભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બીએપીએસ  સ્વામિનારાયણ મંદીર મુકામે વિશ્ર્વ ગુજરાતી સમાજ યુથ વિંગના  નિયુક્ત થયેલા ગુજરાતભરના સૌ હોદ્દેદાર મિત્રો માટે ‘અભ્યાસ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ જિલ્લામાંથી ટોટલ ૨૫૦થી વધુ હોદ્દેદારો હાજર રહ્યાં હતા.  

જેમાં વિશ્ર્વ ગુજરાતી સમાજ સંસ્થાના સ્થાયી સમિતિ મેમ્બર પ્રકાશ વરમોરા, બીએપીએસ સંસ્થામાંથી સર્વમંગલ સ્વામી, બાપુ સ્વામી ઉપસ્થિત રહીને સૌ યુવાનોને માર્ગદર્શન અને આશીર્વચન આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર આકાશ પટેલ દ્વારા અભ્યાસ વર્ગના વિષય થકી સંસ્થાની સંગઠન કામગીરી ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં અમૂલ ફેડ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, મધુર ડેરી ચેરમેન શંકરસિંહ રાણા, દ્વારકાપીઠ વિદ્યાસભાના ટ્રસ્ટના ડો. રાજેન્દ્ર પંડ્યા (શાસ્ત્રી), ગુજરાત ડોમિસાઈલ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડો. વસંતભાઈ પટેલ, ઉત્તર ગુજરાતના જાણીતા ગાયક કલાકાર સાગરભાઈ પટેલ, કેનેડા ઇન્ડિયા એસોસિએશનના પ્રમુખ અને સિદ્ધિવિનાયક દેવસ્થાનના ટ્રસ્ટી સૌમિલભાઈ પુરોહીત, સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય પ્રવક્તા પૂર્વીનભાઈ પટેલ, ગુજરાતી ફીલ્મના લેખક અને એકટર સંજયભાઈ પ્રજાપતિની વિશ્ર્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં જુદી જુદી જવાબદારી પર નિયુક્તિ કરવામાં આવી.

પ્રમુખ સી. કે. પટેલે સૌ યુવાનોને સંબોધન કરતા જણાવેલ કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર પૌરસભાઈ પટેલની લીડરશીપ હેઠળ, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાતના ભાવ સાથે, સામાજિક સમરસતાના ઉદેશ્યથી ગુજરાતના ખૂણા ખૂણાથી શ‚ કરી ને વિશ્ર્વના ખૂણે ખૂણે સુધી સંસ્થાનો વ્યાપ વધારી ને ભારતની સૌથી મોટી સંસ્થા બનાવવા માટે સૌએ પ્રયત્નશીલ બનવાનું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here