વિશ્ર્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખપદે હેમરાજ શાહ

 

મુંબઈ: મુંબઈ ગુજરાતી સમાજના તેમજ મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના સ્થાપક અને પ્રખર સાહિત્યપરેમી, સમાજસેવક હેમરાજ શાહ અગાઉ પચ્ચીસ વર્ષ સુધી ઉપપ્રમુખ રહ્યા પછી ફરી વિશ્ર્વ ગુજરાતી સમાજના બંધારણની જોગવાઈ મુજબ પ્રમુખને મળેલી સત્તા અનુસાર સમાજના પ્રમુખ સી. કે. પટેલે તેમની વિશ્ર્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરી છે. તેમણે નિયુક્તિપત્રમાં જણાવ્યું હતું કે, હેમરાજ શાહે આ જવાબદારી ૨૦મી જૂનથી વહન કરવાની રહેશે. હેમરાજ શાહની સામાજિક પ્રવ્ાૃત્તિને બિરદાવતાં જણાવ્યું હતું કે, હેમરાજભાઈ સ્થાપનાકાળથી સમાજ સાથે જોડાયેલા છે. એટલું જ નહિ, પણ સમાજની સ્થાપના તેમજ પ્રગતિમાં તેમનું મહત્વનું યોગદાન રહેલું છે. તેઓ આ હોદ્દા પરથી તમામ ગુજરાતી સમાજો અને સંગઠનો સાથે આ સમાજને સંકલિત કરી શકશે. ગુજરાત બહાર આ સમાજની પ્રવ્ાૃત્તિનું વિસ્તરણ પણ કરી શકશે. પટેલે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ નિમણૂંકથી સમાજના કાર્યોને વેગ મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે હેમરાજ શાહ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમી, શિરડી સાંઈબાબા સંસ્થાનના ટ્રસ્ટી અને સેલ્સટેક્સ સલાહકાર સમિતિના સભ્યપદે રહીને લોકસેવાની પ્રવ્ાૃત્તિ કરી છે.