વિશેષજ્ઞોની ચેતવણી અવગણીને અમેરિકા તમામ ૫૦ રાજયોમાં લોકડાઉન ઉઠાવવાની તૈયારીમાં 

 

વોશિગ્ટનઃ અમેરિકામાં ૯૦ હજારથી વધુ લોકોના મોત અને મુખ્ય સ્વાસ્થ્ય તજજ્ઞો તરફથી કોરોના સંક્રમણના ઉથલાની ચેતવણીને અવગણી અમેરિકાના બધા ૫૦ રાજયો લોકડાઉન હટાવવાનું શરૂ કરી દીધુ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રનું માનવું છે કે આનાથી દેશમાં ઝડપથી આર્થિક સુધારો થશે. મોટા ભાગના રાજયોએ વેપાર અને સામાજીક ગતિવિધિઓ ઉપરના પ્રતિબંધો હળવા કરી નાખ્યા છે. જયારે અમેરિકાના અલબામામાં જીમ, સલુન, રેસ્ટોરન્ટ, બાર, બીચ અને ગ્રોસરી સ્ટોર વગેરે ખુલી ચૂકયા છે. જયારે કેલીફોર્નીયામાં બુક સ્ટોર, કપડાની દુકાન અને જોખમવાળા વ્યવસાયો પણ ખોલી નાખવામાં આવ્યા છે.