વિશાખાપટનમમાં ફાર્મા સ્યુટિકલ કંપનીમાં ગેસ લિકેજની દુર્ઘટનાઃ 8 જણના મૃત્યુ 20 લોકોની હાલત ગંભીર … 

 

            આંધ્રના શહેર વિશાખાપટનમમાં એક ફાર્મા કંપનીમાં ગેસ લિકેજની ઘટના તાજેતરમાં બની હતી. જેને કારણે સેંકડો લોકોને ઈજા થઈ હોવાની માહિતી જાણવા મળી હતી. અનેક લોકોને વોમિટ થઈ હતી, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમની હોસિપટલમાં સારવાર ચાલી રહી છે.  ગેસ લિકેજની આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરા દુખની લાગણી વ્યક્તકરી હતી. વડાપ્રધાને તાકીદની બેઠક યોજી હતી. એમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગૃહમંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશાખાપટનમની આ દુર્ઘટના બાબત તપાસ કરાઈ રહી છે અને તેને કારણે જેમને સહન કરવું પડયું છે તે તમામ પ્રત્યે વડાપ્રધાન મોદીએ દિલસોજી વ્યક્તકરી હતી. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમજ ઈજાપામેલા લોકોઅંગે દુખની લાગણી વ્યક્ત કરી હતી.