વિવિધ એનઆરજી દ્વારા દાનમાં અપાયેલાં જૂનાં વસ્ત્રો જરૂરિયાતમંદો અપાશે

આણંદમાં એનઆરજી-એનઆરઆઈ મીટનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા કલેક્ટર ડો. ધવલ પટેલ, ફ્ય્ઞ્ સેન્ટર આણંદના ચેરમેન અને સરદાર પટેલ એજ્યુકેશન
ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ, ફ્ય્ત્ વિભાગ ગાંધીનગરના એડિશનલ સેક્રેટરી એન. પી. લવિંગિયા, લ્ગ્ત્ અમદાવાદ સર્કલના ચીફ જનરલ
મેનેજર દુખ્ખબંધુ રથ, ફ્ય્ઞ્ ગાંધીનગરના ડાયરેક્ટર કે. ડી. અસારી, ફ્ય્ઞ્ સેન્ટર આણંદના વાઇસ ચેરમેન રાજેશભાઈ પટેલ, વક્તા જય વસાવડા, મિલન ત્રિવેદી,
જનરલ મેનેજર સુનીતા હાંડા, ડેપ્યુટી જનરલ મેનેજર બલદેવ પ્રકાશ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાજીવ મિશ્રા, લ્ગ્ત્ ફ્ય્ઞ્ બ્રાન્ચ વલ્લભ વિદ્યાનગરનાં ચીફ મેનેજર મીનાબહેન પટેલ દીપપ્રાગટ્ય કરતાં નજરે પડે છે. (ફોટોઃ પુષ્પેન્દ્ર પટેલ, આણંદ)

આણંદઃ ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન (ઞ્લ્ફ્ય્ઞ્જ્) ગાંધીનગર, ફ્ય્ઞ્ સેન્ટર આણંદ અને લ્ગ્ત્ ફ્ય્ત્ બ્રાન્ચ, વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે આણંદમાં ફ્ય્ઞ્-ફ્ય્ત્ મીટ યોજાઈ હતી. આ મીટનું આણંદ કલેક્ટર ડો. ધવલ પટેલ, ફ્ય્ઞ્ સેન્ટર આણંદના ચેરમેન અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ, ફ્ય્ત્ વિભાગ ગાંધીનગરના એડિશનલ સેક્રેટરી એન. પી. લવિંગિયા, લ્ગ્ત્ અમદાવાદ સર્કલના ચીફ જનરલ મેનેજર દુખ્ખબંધુ રથ, ઞ્લ્ફ્ય્ઞ્જ્ના ડાયરેક્ટર કે. ડી. અસારી, ફ્ય્ઞ્ સેન્ટર આણંદના વાઇસ ચેરમેન રાજેશભાઈ પટેલ, વિખ્યાત લેખક-વક્તા જય વસાવડા, મિલન ત્રિવેદી, જનરલ મેનેજર સુનીતા હાંડા, ડેપ્યુટી જનરલ મેનેજર બલદેવ પ્રકાશ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાજીવ મિશ્રા, લ્ગ્ત્ ફ્ય્ઞ્ બ્રાન્ચ વલ્લભ વિદ્યાનગરનાં ચીફ મેનેજર મીનાબહેન પટેલના હસ્તેે દીપપ્રાગટ્ય થયું હતું.
કલેક્ટર ડો. ધવલ પટેલે મુખ્ય મહેમાનપદેથી જણાવ્યું હતું કે ફ્ય્ઞ્ના મલ્ટી-ઇશ્યુ હોય છે તેઓના ઈશ્યુને ઉકેલવા અમે તમામ પ્રયત્નો કરીએ છીએ. અહીંની એજ્યુકેશન અને હેલ્થ કેર સંસ્થાઓના લોકો બહાર ગયા અને બે પાંદડે થયા તેઓએ પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવા ખુલ્લા દિલથી પૈસો આપ્યો છે.
કાર્યક્રમના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને દુખ્ખબંધુ રથે સંયુક્તપણે જાહેરાત કરી હતી કે સમગ્ર વિશ્વમાંથી અને ભારતમાં વસતા ફ્ય્ઞ્-ફ્ય્ત્ આગામી પહેલી જુલાઈ-2018થી જૂનાં વસ્ત્રો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની કોઈ પણ શાખામાં કે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં આવેલા ફ્ય્ઞ્ સેન્ટરમાં જમા કરાવી શકશે. આ જૂનાં વસ્ત્રોનું ગુજરાતના સ્લમ વિસ્તાર, ગામડાંમાં વસતા ગરીબ લોકોને વિતરણ કરવામાં આવશે.
પહેલી જુલાઈએ લ્ગ્ત્ ડે હોવાથી આ દિવસથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યને ગુજરાત ફ્ય્ઞ્ ફાઉન્ડેશન, ફ્ય્ઞ્ સેન્ટર અને લ્ગ્ત્એ સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી. એન. પી. લવિંગિયા અને કે. ડી. અસારીએ ઞ્લ્ફ્-ય્ઞ્જ્ની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો, કાર્યની વિસ્તૃત જાણકારી અઆી હતી.
રાજેશભાઈ પટેલે મહાનુભાવોનો પરિચય આપી સૌને આવકાર્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા જય વસાવડાએ ગુજરાતી ડાયોસ્પોરા અને ફ્ય્ઞ્- ફ્ય્ત્ની વતન પ્રત્યેની પ્રવૃત્તિઓ અને સેવાઓ વિશેષ દષ્ટાંતો સહિત સુંદર વક્તવ્ય આપ્યું હતું. અંતમાં ડો. ડી. યુ. પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.