વિવિધતાની વ્યવસ્થા માટે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઇ રહ્યું છે: મોહન ભાગવત

 

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત આજે ‘ઉત્તિષ્ઠ ભારત’ કાર્યક્રમમાં સામેલ થયા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણે અલગ દેખાઇ શકીએ છીએ, આપણે અલગ-અલગ ચીજો ખાઇ શકીએ છીએ, પરંતુ અસ્તિત્વમાં એકતા છે. આગળ વધવુ કંઇક એવું જ છે જે દુનિયા ભારત પાસેથી શીખી શકે છે. સંઘ વડા મોહન ભાગવતે કહ્યું કે સમગ્ર દુનિયા વિવિધતાની વ્યવસ્થા માટે ભારત તરફ જોઇ રહી છે. તેઓ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ‘ભારતક્૨૦૪૭’ માય વિઝન માય એક્શન’ પર એક સમારોહમાં બોલી રહ્યા હતાં. ભાગવતે કહ્યું કે, જ્યારે વિવિધતાને કુશળતાથી પ્રબંધિત કરવાની વાત આવે છે ત્યારે દુનિયા ભારત તરફ ઇશારો કરે છે. તેમણે કહ્યું કે આવી ઐતિહાસિક ઘટના બની હોય જેના અંગે આપણને ક્યારેય જણાવવામાં આવ્યું નથી અને ના તો યોગ્ય રીતે શીખવાડવામાં આવી. ભાષા, સંસ્કૃતિ, સંસ્કૃતિઓમાં આપણી વચ્ચે