વિરોધ પક્ષોએ એકતા કેળવીને નરેન્દ્ર મોદીને 2019ની  લોકસભાની ચૂંટણીમાં લડત આપવાની રણનીતિ તૈયાર કરીઃ બેઠકોની વહેંચણી બાબત ફોર્મ્યુલા બનાવવાની તૈયારી …ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, જમ્મુ- કાશ્મીર, ઝારખંડ અને તામિલનાડુમાં ચૂંટણી ગઠબંધનની તૈયારીઓ થઈ રહી છે…

0
870

આગામી લોકસભાની ચૂંટણી માટે વિરોધ પક્ષોએ  ભાજપ સામે એક થઈને તેને ટક્કર આપવા માટે ગઠબંધનના કાર્યના  શ્રીગણેશ કરી દીધા છે. આ વિરોધપક્ષોનું કામ દરેક રાજ્યમાં ગઠબંધન કરીને પોતાના પક્ષને મજબૂત કરવાનું અને ભાજપની બેઠકો ઘટે તેવી વ્યૂહ-રચના કરવાનું  છે ત્યાર સુધીમાં આશરે 7 જેટલાં રાજયોંમાં ગઠબંધનની કામગીરી કરવામાં આવે એવી સંભાવના છે,આ કહેવાતા 7 રાજ્યોમાં લોકસભાની 250 બેઠકો છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં આ 250 લોકસભા બેઠકોમાંથી 150 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી હતીૂ. હવે મહત્વનો મુદો્ એક જ છેઃ ભાજપને પરાજિત કરવો. 2019માં કોઈ પણ પ્રકારે ભાજપની સરકાર ન રચાય , એ જ એજન્ડા પર તમામ વિરોધ પક્ષો કામ કરી રહ્યા છે. દરેક રાજકીય પક્ષની શું વિચારસરણી છે, શું આચારસંહિતા છે, કયા રાજકીય અને સામાજિક મૂલ્યો પ્રત્યો એની પ્રતિબધ્ધતા છે વગેરે બાબતોને કોરાણે મૂકીને વિપક્ષ પગલાંં ભરી રહ્યો છે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 21019ની લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ વિપક્ષો જેતે રાજ્યમાં બેઠકોની તડજોડ ફોર્મ્યુલા અને ગઠબંધન વિષે ઘોષણા કરશે. હાલમાં બધું પ્રાથમિક તબક્કે ચાલી રહયું છે. દરેક રાજકીય પક્ષ આગામી ચૂંઠમીને લક્ષમાં રાખીને પોતાના પક્ષની તાકાત અને મર્યાદાઓનો ક્યાસ કાઢી રહયો છે.કયા રાજ્યમાં કયા પક્ષનું કેટલું ગજુ છે,અને કયાં, કોની સાથે ગઠબંધન કે તડજોડ કરવાથી પોતાના પક્ષને લાભ થશે એની ગણતરી કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ અને માયાવતીના બહુજન સમાજવાદી પક્ષ વચ્ચેનું ગઠબંધન નિશ્ચિત છે.ઉત્તરપ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે, જેમાંથી ગત ચૂંટણીમાં 71 બેઠકો ભાજપે જીત મેળવી હતી. બિહારમાં ભાજપની સહયોગી પાર્ટીઓ પાસે 40માંથી 39 બેઠકો આવી હતી.