વિપક્ષે ઉઠાવેલા મુદ્દાઓ પર ચર્ચા કરોઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દે સંસદમાં ચર્ચા યોજવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સરકારને પડકાર ફેંક્યો હતો. સંસદ ચલાવવાની જવાબદારી સરકારની હોવાનું ભારપૂર્વક જણાવી રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે સરકારમાં હિંમત નથી. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા જનતાના હિતના મુદ્દાઓ અંગે સરકારે ચર્ચાવિચારણાની પરવાનગી આપવી જોઈએ. એ લોકો લોકશાહી પર પ્રહાર કરી રહ્યા છે. લોકશાહી પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને એટલે જ અમે તેની વિરુદ્ધ લડી રહ્યા છીએ એમ જણાવી તેમણે મોંઘવારી, લખીમપુર ખીરી હિંસા સહિતના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની પરવાનગી ન આપવાનો સરકાર પર આક્ષેપ કર્યો હતો