વિધાનસભાના સ્પીકરની સત્તા અને અધિકાર બાબત સંસદ વિચાર કરેઃ સુપ્રીમ કોર્ટનો આદેશ 

0
836
Supreme Court of India. (File Photo: IANS)

 

    સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, દેશની સંસદે રાજ્યની વિધાનસભાના સ્પીકરની સત્તા અને અધિકારો બાબત વિચારણા કરે એ જરૂરી છે. સર્વોચ્ચ અદાલતે મણિપુરના ધારાસભ્ય અને પ્રધાન ટી શ્યામા કુમારને અયોગ્ય ઠેરવવાની માગણી કરતી કોંગ્રસ પક્ષની અરજી પર સુનાવણી દરમિયાન ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. અદાલતે સંસદને જણાવ્યું હતું કે, વિધાનસભામાં ચૂંટાયેલો સ્પીકર પણ વાસ્તવમાં તો કોઈને કોઈ રાજકીય પક્ષનો જ હોય છે. એ સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર નિર્ણય લઈ શકે ખરો? મણિપુરના વિધાનસભા સ્પીકર વાય. પ્રેમચંદ સિંહને 4 સપ્તાહ દરમિયાન શ્યામા કુમારની અયોગ્યતા બાબત નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું હતું. અદાલતે અરજદારને જણાવ્યું હતું કે, જો 4 અઠવાડિયા  દરમિયાન કશો નિર્ણય ન લેવાય તો તમે ફરીથી અદાલતના દરવાજા ખટખટાવી શકો છો.