વિદેશોમાં અટવાયેલા ભારતીયોને પરત ભારતમાં લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી …પ્રથમ તબક્કામાં દુનિયાના 13 દેશોમાં રહેલા ભારતીયોને વિમાનો દ્વારા પરત લાવવામાં આવ્યા

 

         ભારત સરકાર દ્વારા ખાસ વિમાનોની વ્યવસ્થા કરીને 13 દેશમાંથી કુલ14,500 ભારતીયોને પ્રથમ તબક્કામાંભારત લાવાની કામગીરી શરૂ કરવામાં આવી .વંદે માતરમ મિશન હેઠળ આ વિમાન- સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અબુધાબી અને દુબઈથી આશરે 363 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે સિંગાપોર અને અન્ય દેશોમાંથી ભારતીયોને વિમાનો દ્વારા લાવવામાં આવશે. ભારત પરત આવેલા લોકોનું – દરેક વ્યક્તિનું મેડિકલ ચેકઅપ  કરવામાં આવશે. આ દરેક પ્રવાસીને એક સપ્તાહ માટે કવોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. ભારત સરકાર વિદેશમાં અટવાયેલા ભારતીયોને સંપૂર્ણ સુરક્ષા સાથે ભારત પાછા લાવી રહ્યું છે- એ બદલ વિશ્વમાં વસતા ભારતીય સમુદાયના લોકો સરકારની કામગીરીની તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને નાબૂદ કરવા દેશમાં જે જે પગલાં લઈ રહ્યા છે તેની વિશ્વના નેતાઓ મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે.