વિદેશમાં રહીને પણ માતૃભૂમિના જ્ઞાતિજનો માટેનો નિઃસ્વાર્થ વેક્સિન પ્રોજેક્ટ

શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, પેટલાદ દ્વારા પેટલાદમાં રહેતા જ્ઞાતિજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વિદેશમાં રહેતા દાતા ડો. રશ્મિકાંતભાઈ ગોવિંદભાઈ ચોક્સી તથા તેમના ધર્મ પત્ની રંજનબહેન ચોક્સી તરફથી ન્યુમોનીયાની રસી અને અમરિષભાઈ મહેન્દ્રભાઈ ચોક્સી તથા તેમના ધર્મ પત્ની દિપ્તીબહેન ચોક્સી તરફથી ફ્લૂની રસી મુકવાનો કાર્યક્રમ ડો. પ્રકાશભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રેડક્રોસ સોસાયટી પેટલાદમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ પેટલાદના સેક્રેટરી હિતેશભાઈ, ઉપપ્રમુખ રાજેશભાઈ, સહકાર્યકરો રાજેન્દ્રભાઈ, નિખીલભાઈ, હિરેનભાઈ તથા તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતમાં જ્ઞાતિજનો તરફથી દાતાઓ, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ જયેશભાઈ દેસાઈ અને રસી આપનાર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગેની તસવીરમાં જ્ઞાતિના અગ્રણીઓ નજરે પડે છે.