વિદેશમાં  ભારતીયો રાજકારણમાં સતત નવા નવા હોદાઓ ને સ્થાનો મેળવી રહયા છે..

0
1145

 

 ભારતીયોઓ હવે વિશ્વના દેશોમાં રાજકારણમાં સક્રિયતાથી પ્રવેશ કરી લીધો છે, એટલું જ નહિ રાજકારણમાં પ્રવેશીને વગદાર પદવી પ્રાપ્ત કરવામાં પણ ભારતીયો અગ્રેસર રહ્યા છે. બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ સહિતના દેશોમાં ભારતીયોન નિમંણુક મહત્વના રાજકીય પદો પર કરવામાં આવી હતી. અમેરિકામાં મેયર, કોર્પોરેટર, એસેમ્બલી મેન, સેનેટર, જજ-સહિત વિવિધ પ્રકારના માનવંતા સ્થાનો અને હોદા્ઓ ભારતીયો મેળવી ચૂક્યા છે. હાલમાં યુકે- ઈંગ્લેન્ડના નવા વરાયેલા વડાપ્રધાન બોરિસ જોન્સનનની કેબિનેટમાં ભારતીય મૂળની 3 વ્યકિતઓએ સ્થાન મેળવ્યું છે. પ્રીતિ પટેલની વરણી ઈંગ્લેન્ડના ગૃહપ્રધાન તરીકે કરવામાં આવી હતી. ભારતીયો વિદેશમાં વસવાટ કરીને ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.