વિદેશમાં ફસાયેલા, ખાસ કરીને અમેરિકામાં અટવાયેલા ભારતીયોને પરત ભારત લાવવાનું સરકાર આયોજન કરી રહી છે..

0
927

 

   હાલમાં મોટાભાગના દેશોમાં કોરોનાને કારણે જીવન ઠપ થઈ ગયું છે યુરોપ અને અમેરિકામાં અનેક ભારતીયો ફસાઈ ગયા છે. તો ભારત ફરત આવી શકતા નથી. અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નોકરી કરતા ટેકનિકલ યુવાન નિષ્ણાતો, તેમજ અન્ય લોકો કોરોનાને કારણે અતિ વિકટ પરિસ્થિતિમાં મૂકાયા છે. કોલેજો- અભ્યાસક્રમો બંધ છે. નોકરીઓ બંધ છે. કંપનીઓ બંધ છે. વિધ્યાર્થીઓ પાસે પોતાના જીવન- નિર્વાહના પૈસા નથી. તેમણે વારંવાર ભારત સરકારને તેમજ અમેરિકાના ભારતીય દૂતાવાસના અધિકારીઓને વિનંતી કરી હતી કે, તેમને પરત ભારત -લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવે. મળતી માહિતી અનુસાર, ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંખલાના પ્રયાસોથી હવે વિદેશમાં અટવાઈ પડેલા ભારતીયોને ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી  રહી છે. અમેરિકા તેમજ યુરોપના દેશમાં ફસાયેલા ભારતીયોને તબક્કાવાર ભારત લઈ જવા માટે ખાસ વિમાન- સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે માટે અમેરિકાના પ્રવાસીને ભારત પરત જવા માટે એક લાખ રૂપિયાનું અને યુરોપના ભારતીય પ્રવાસીને 50, 000 રૂપિયાનું ભાડું ચૂકવવું પડષે. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુના પ્રયાસોથી હવે આસપ્તાહમાં ભારતીયોને પરત લઈ જવાની કામગીરી 7 મેથી શરૂ થવાની સંભાવના છે.