વિદેશપ્રધાન એસ. જયશંકર કહે છેઃ પાકિસ્તાને ત્રાસવાદને એક ઈન્ડસ્ટ્રી – ઉદ્યોગ બનાવી દીધો છે

0
829

વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદને એક બિઝનેસ બનાવી દીધો છે. પાકિસ્તાન ભારત પર દબાણ વધારવા માટે તમની જમીન પર સતત આતંકનાદીઓને પ્રોત્સાહન   આપે છે, ઉત્તેજન આપે છે, સહાય કરે છે. તેો સતત આતંકવાદને સમર્થન આપી રહ્યા છે. હવે તેમને જવાબ આપવો ભારત માટે આવશ્યક બની ગયું છે. એસ. જયશંકરે દિલ્હીમાં રામનાથ ગોએન્કા મમેરિયલ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમમે જણાવ્યું હતું કે, 1972માં થયેલી સિમલા સમજૂતીથી પાકિસ્તાનમાં વિદ્રોહ અને જમ્મુ- કાશ્મીરમાં સમસ્યાઓનું સર્જન થયું હતું. પાકિસ્તાન જદયારે તેની સીમા પર અંકુશ લગાવશે, ભારતની સરહદોમાં ઘુસણખોરી કરવાની એની પ્રવૃત્તિ બંધ નહિ કરે ત્યાં સુધી એની સાથે કોઈ વાતચીત નહિ થાય. એ એની આતંકવાદ અનેભારતની સરહદમાં ગેરકાયદેસર ઘુસણખોરી અટકાવશે ત્યારે જ ભારત પાકિસ્તાન સાથે મંત્રણા કરવા તૈયાર થશે. એક સમયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતનો મોભો અને સ્થિતિ ઘણી સારી હતી, પરંત 1962ની ચીન સાથેની લડાઈ બાદ ભારતને ઘણું નુકસાન થયું હતું. ત્યારબાદ 1965માં પાકિસ્તાન સાથે યુધ્ધ થયું હતું. એ સમય ભારત માટે કટોકટીભર્યો હતો.