વિદેશપ્રધાન એસ. જયશંકરે અમેરિકાને જવાબ આપતું નિવેદન કર્યું : ભારતે કોની પાસેથી કયો શસ્ત્ર- સરંજામ ખરીદવો કે ના ખરીદવો એ નિર્ણય ભારતનો સ્વતંત્ર નિર્ણય છે, બીજા કોઈ દેશે એ અંગે એમાં કશી ડખલગિરી કરવાની જરૂર નથી. 

0
937

 

   ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે રશિયા સાથે સૈન્ય – કરાર પહેલાં અમેરિકાને સીધો સટ જવાબ આપી દીધો હતો. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો સાથે બેઠક બાદ  તેમણે જણાવ્યું હતું કે, ભારત રશિયા સાથે એસ- 400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સંપૂર્ણ રીતો સવતંત્ર છે. એમાં કોઈ પણ રાષ્ટ્રે ડખલ ના કરવી જોઈે. અમારે રશિયા પાસેથી શું ખરીદવું, શું ના ખરીદવું એ અમારે લેવાનો નિર્ણય છે, એમાં બહારના કોઈ રાષ્ટ્રે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. 

 ભારતે ગત વરસે રશિયા પાસેથી એસ- 400 મિસાઇલ સિસ્ટંમ ખરીદવાનો કરાર કર્યો હતો. એ બાબત અમેરિકાએ ઘણીવાર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભારત પર પ્રતિબંધ લગાવવાની ધમકી પણ આપી હતી.,  તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, લશ્કરના સરંજામની ખરીદી સ્વતંત્રપણે કરવી એ દરેક દેશનો અધિકાર છે. તે ખરીદી કોની સાથે અને કેવી રીતે કરવી તે માટે પ્રત્યેક દેશ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. દરેક દેશે અમારી સ્વાયત્તતાનું સન્માન કરવું જોઈએ. 

 ભારત- રશિયાના લશ્કરી સરંજામની ખરીદીના કરાર બાબત  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી હતી.ત્યારે ટ્રમ્પે ધમકી આપતાં જણાવ્યું હતું કે, ભારતનો રશિયા પાસેથી લશ્કરી સરંજામની ખરીદી કરવાનો નિર્ણય ભારત- અમેરિકા વચ્ચે સંબધોમાં ગંભીર અસર પાડશે. ટ્ર્મ્પના વહીવટીતંત્રના અધિકારીઓ હંમેશા એ વાત ઉચ્ચારતા રહ્યા છે કે, ભારતે સૈન્ય કરાર માટે અમેરિકા કે રશિયા બન્નેમાંથી એકને પસંદ કરવું પડશે. 

  માનવામાં આવે છે કે, અમેરિકા પોતાના શત્રુ રાષ્ટ પાસેથી હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ લાદી શકે છે. તાજેતરમાં જ અમેરિકાએ તૂર્કી પર રશિયા પાસેથી એસ- 400 સિસ્ટમ ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો હતેો. એ સાથે જ તેણે તૂર્કી સાથે કરેલા એફ- 35 ફાઈટર જેટની ખરીદીના કરાર પણ રદ કરી દીધા હતા એસ – 400 મિસાઈલ સિસ્ટમ એ એસ- 300નું અપડેટ કરયેલું સ્વરૂપ છે. જે 400 કિ. મી.ના વિસ્તારમાં આવતી મિસાઈલો અને ફાઈટર જેટને પણ ખતમ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ પાકિસ્તાન અને ચીનની  અણુ ક્ષમતાવાળી બેલેસ્ટિક મિસાઈલથી ભારતને સુરક્ષા પ્રદાન કરશે. આ સિસ્ટમ એક સાથે 72 મિસાઈલ છોડી શકે છે આ સિસ્ટમ અમેરિકાની સૌથી આધુનિક ફાઈટર જેટ એફ- 35ને પણ તોડી પાડી શકે છે. એ સાથે પરમાણુ ક્ષમતા ધરાવતી 36 મિસાઈલોને પણ એકસાથે ખતમ કરી શકે છે. 

  ભારતીય લશ્કરને જરૂરી શસ્ત્ર- સરંજામથી સુજ્જ કરીને ભારતની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત અને સઘન કરવાના ઉદે્શથી મોદી સરકારે કેન્દ્રમાં સત્તા હસ્તગત કર્યા બાદ લશ્કરની જરૂરિયાતોને પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જમીન. જળ અને હવાઈ માર્ગે કાર્યશીલ ભારતીય લશ્કરની ત્રણે પાંખોને સુસજ્જ કરવાની નેમથી  તેમ જ દેશની સરહદો પર સલામતી અને સુરક્ષાનો પહેરો સુદઢ બનાવવા માટે જે કંઈ પણ કરવું જરૂરી લાગે તે તમામ પગલાં તાકીદે ભરવા માટે મોદી સરકાર કૃતનિશ્ચય છે.