વિતેલા જમાનાની સુપ્રસિધ્ધ પાર્શ્ર્વગાયિકા સુમન કલ્યાણપુર તેમજ સંગીતકાર કુલદીપ સિંહને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા લતા મંગેશતકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં…

0
1550

1960ના દાયકાની હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતોમાં કેટલાક મધુર ગીતો સુમન કલ્યાણપુરે ગાયાં છે. ખીબ જ મધુર, સરલ અને પરિપક્વ અવાજ ધરાવતા પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરને તેમજ સંગીતકાર કુલદીપ સિંહને મધ્યપ્રદેશના જાણીતા શહેર ઈન્દોરમાં આયોજિત એક સંગીત સમારંભમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા લતા મંગેશકર એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં દરેક એવોર્ડ વિજેતાને 2 લાખ રૂપિયા, પ્રશસ્તિપત્ર અને શાસ અર્પણ કરવામાં આવી હતી.