વિજય દિવસ પર વડા પ્રધાને સ્વર્ણિમ વિજય મશાલને કરી પ્રજ્વલિત, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

 

નવી દિલ્હીઃ ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ ઇતિહાસનાં પાને નોંધાયેલો એક મહત્ત્વનો દિવસ છે. ૧૯૭૧માં ભારતે પાકિસ્તાનને હારનો સામનો કરાવ્યો હતો તથા બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. ભારતની ત્રણેય વિંગની સેનાઓએ સંપૂર્ણ તાકાતનું પ્રદર્શન કર્યું હતું. વિજય દિવસને આજે ૫૦ વર્ષ પૂરા થયા છે જેને સ્વર્ણિયમ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજે ત્રણેય સેના પ્રમુખ પણ આ કાર્યક્રમમાં શામલે થયા જે નેશનલ વોર મેમોરિયલ ઉપસ્થિત રહ્યા હતાં. ૧૯૭૧નાં આ સંઘર્ષમાં કારમી હારનો સામનો કર્યા પછી, પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારી હતી. આ યુદ્ધના ૫૦ વર્ષ પૂર્ણ થયાં તે પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ૧૯૭૧ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે તેઓએ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ગોલ્ડન વિક્ટરી મશાલ પ્રજ્વલ્લીત કરી છે. આ સ્વર્ણિમ મશાલને પ્રજ્વલિત કરી દેશનાં જુદા જુદા હિસ્સાઓમાં લઈ જવામાં આવશે.

આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કર્યા બાદ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીના હસ્તે અહીં ૪ મશાલોને પ્રગટાવવામાં આવી જેને સંપૂર્ણ દેશમાં લઈ જવામાં આવશે. જેમાં ૧૯૭૧ યુદ્ધનાં પરમવીર ચક્ર અને મહાવીર ચક્રનું સન્માન પ્રાપ્ત કરનાર સૈનિકોનાં ગામો પણ સામેલ છે. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧નાં યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની મોટી જીત તરીકે યાદ કરવામાં આવે છે. આ યુદ્ધ બાદ ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ૧૩ દિવસ સુધી ચાલ્યું હતુ અને અંતે પાકિસ્તાની સેનાનાં શરત વગર આત્મસમર્પણથી સમાપ્ત થયું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશ આઝાદ થયું હતું. ભારત સાથે બાંગ્લાદેશ માટે પણ આજનો દિવસ ખાસ છે. સૈન્ય ઇતિહાસમાં આ યુદ્ધને કોલ ઓફ ઢાકા પણ કહેવામાં આવે છે. આજે સંપૂર્ણ ભારતમાં આ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે.

બાંગ્લાદેશનું અસ્તિત્વ આ યુદ્ધ પહેલા નહતું અને પાકિસ્તાન બે ભાગોમાં વહેંચાયેલું હતું જેને પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું. ભારતે જેવી રીતે બાંગ્લાદેશને એક અલગ ઓળખ આપી તે ભારતીય સેનાનાં ત્રણેય વિંગનાં જવાનોનાં સાહસનાં કારણે જ શક્ય બન્યું જેમાં પૂર્વ પાકિસ્તાનનાં સેના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ એએકે નિયાજીએ ૯૩,૦૦૦ સૈનિકો સાથે ભારતીય સેના આગળ ઘૂંટણિયા ટેક્યા હતા. આ યુદ્ધ ૩ ડિસેમ્બરે શરૂ થયું હતું અને ૧૬ ડિસેમ્બરે યુદ્ધનો અંત આવ્યો હતો તે પણ કોઈ શરત વગર