વિખ્યાત સંગીતકાર એ. આર. રહેમાનની મ્યુઝિકલ ફિલ્મ 99 સોન્ગસ 16 એપ્રિલના થિયેટરોમાં રિલિઝ કરવામાં આવશે…

 

   એ.આર. રહેમાન ભારતીય ફિલ્મ જગતના અગ્રણી સંગીતકાર છે, એટલું જ નહિ, તેઓ અતિ કલ્પનાશીલ છે, સર્જકતા ને નાવીન્ય સાથે રજૂ થતી તેમની રચનાઓ ફિલ્મના દર્શકો- સંગીતના રસિયાઓ માટે એક અનેરો લ્હાવો બની રહે છે. તેમની આગામી ફિલ્મ 99 સોન્ગસમાં તેમણે આશરે 15 જેટલાં ગીતોની રચના કરી છે. તેમની આ ફિ્લ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મનું નિર્દેશન વિશ્વેશ કૃષ્ણમૂર્તિએ કર્યું છે. આ ફિલ્મમાં પ્રતિભાશીલ કલાકાર ઈહાન ભટ્ટ, એડિસ્લે વર્ગાસ અભિનય કરી રહ્યા છે. રહેમાનની પ્રોડકશન કંપની વાય એમ મુવીઝની ફિલ્મ 99 સોન્ગસ જિઓ સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.