વાસીશાં સ્વામિનારાયણ ગુરૂકુલનું ભૂમિપૂજન

 

મુંબઈઃ નવી મુંબઈ વાશી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન દ્વારા સિડકો ઍક્ઝિબિશન હોલમાં ભૂમિપૂજન તથા રાજકોટ ગુરૂકુલના અમૃત મહોત્સવ ઉપલક્ષ્યે મુંબઈમાં વસ્તા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સત્સંગીઓનું સંમેલન યોજાયું. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા. સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનને સિડકો દ્વારા કામોઠે નવી મુંબઈમાં વિદ્યા સાથે સદવિદ્યા પ્રવર્તન હેતુ ૭૬૬૬ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ ભાગ્યવંત ભૂમિ પર નિર્માણ થનાર વિદ્યામંદિરનું ભૂમિપૂજન વૈદિક વિધિ સાથે રાજ્યપાલ તથા ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી કરવામાં આવ્યું હતું. સિડકો ઍક્ઝિબિશન હોલમાં ત્રણ હજાર ઉપરાંત ભાવિકો અને ૫૦ ઉપરાંત સાધુ- સંતોઍ અબીલ, ગુલાલ, ચંદન, ચોખા, નાડાછડી, નાગરવેલનાં પાન તેમ જ પુષ્ય વગેરે ઉપચારોથી ઇષ્ટિકા- ઇંટોનું પૂજન કર્યું હતું.

આ ભૂમિપૂજન સમારોહ સાથે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્નાં છે તેના અમૃત મહોત્સવના ઍક ભાગરૂપે અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદીની સાથે સ્વામિનારાયણ ગુરૂકુલનો રાજકોટના ઢેબર રોડ ઉપર ૪૦,૦૦૦ વાર ભૂમિ પર ગુરૂકુલનો પ્રારંભ થયો હતો. ૭૫ વર્ષથી રોજના માત્ર ૧ રૂપિયાના ટોકન દરે નાતજાત તેમ જ ધર્મના ભેદભાવ વિના વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાની શિક્ષા બાળકો લઇ રહ્ના છે. આ પ્રસંગે શાસ્ત્રી વિરક્તજીવનદાસજી સ્વામીઍ કહ્નાં હતું કે ૧૯૪૮થી આજે પણ ૮૦૦ વિદ્યાર્થીઓ ગુરૂકુલ રાજકોટમાં અભ્યાસ કરે છે.

આજે તેની દેશવિદેશમાં ૫૧ શાખા કાર્યરત છે જેમાં ૩૦,૨૪૮ બાળકોને વિદ્યા સાથે ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારો સંતો દ્વારા અપાઈ રહ્ના છે. નવી મુંબઈ કામોઠમાં સદગુરૂવર્ય સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદ તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી તથા સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર વિદ્યામંદિર નિર્માણ પામશે, જેમાં નાતજાત કે ધર્મના ભેદભાવ વિના દરેક પ્રાંતના લોકોના સંતાનો અભ્યાસ કરશે.આજના સમારોહમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનની સુરત બ્રાંચના સાત વિદ્યાર્થીઓને રાજ્યપાલને હસ્તે સન્માનિત કરવામાં આવશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીઍ કહ્નાં હતું કે બાળકોને બાલ્યાવસ્થાથી સંસ્કાર આપવા જોઈઍ. જો ઍમાં સંસ્કાર હશે તો જ તમારી સેવા કરશે. સંપત્તિ સાચવશે, રાષ્ટ્રને ઉપયોગી થશે. સંસ્કાર વિનાના માણસને શાસ્ત્રોઍ પશુ સમાન ગણ્યા છે. આ ગુરૂકુલના સંતો બાળકોને સંસ્કાર સાથે અહીં શિક્ષા પ્રદાન કરશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી દીપક કેસરકર, પનવેલના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર, દશરથ ભગત, મંદા મ્હાત્રે, ગણેશ નાઈક તેમ જ ઉદ્યોગપતિ રાકેશભાઈ દુધાત, પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા, પિયુષભાઈ પટેલ, જીગ્નેશભાઇ હીરાણી, મેઘજીભાઇ બંગારી, કીર્તિભાઈ રાણા વગેરે ઉપસ્થિત રહ્ના હતા.