કુદરતના પ્રકોપ પાસે માનવનું કશું ઉપજતું નથી. તોફાન, વાવાઝોડું, અતિવૃષ્ટી દુષ્કાળ,ભૂકંપ – જેવી પ્રકૃતિસર્જિત વિપદાઓમાં માનવૃજીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. તોફાન નિસર્ગથી મહારાષ્ટ્રના મુંબઈ જોવા મહાનગરને પણ ખાસી અસર થઈ હતી. મુંબઈમાં 105 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. વાવાઝો઼ડું રત્નાગિરીના અલીબાગના દરિયા કાંઠે અથડાયું હતું. મુંબઈમાં લોકોની સલામતીના અનેક પગલાં લેવામાં આવ્યા હતા. મુંબઈ-બાંદરા, વર્લી સી લિન્ક બંધ કરાઈ હતી. એરપોર્ટને પણ સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા હતા. લોકોને તોફાનના સમયકાળ દરમિયાન ઘરમાં રહેવાની અને વાહન ન ચલાવવાની તાકીદ કરવામાં આવી હતી. મુબઈમાં કેટલાક વિસ્તારોમાં- નરીમાન પોઈન્ટ, કફ પરેડ, નાગપાડા, કફ પરેડ, કાંદિવલી (વેસ્ટ) , ભાયખલામાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા. મુંબઈમાં સમુદ્રમાં છ ફૂટથી ઊંચા મોજા ઉછળવાનો અંદેશો હોવાને કારણે લોકોને દરિયાકિનારે ફરવા પર પ્રતિબંધ મૂકવામાંઆવ્યો હતો. અલીબાગ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પવનને કારણે લોકોના ઘરના છાપરાં ઊડી ગયા હતા. પવન સાથે મુશલધાર વરસાદને કારણે લોકોના ધરોમાં પાણી ભરાયું હતું. અલીબાગના વિસ્તારમાં ટકરાઈને નિસર્ગ તોફાન આગળ વધી ગયું હતું. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરનું કાર્યાલય અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી રહ્યું હતું. લોકોને રેડિયો અને ટેલિવિઝન પર સરકાર દ્વારા અપાતા નિર્દેશોનું પાલન કરવાની વિનંતી કરવામાં આવ5ી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરુચ , ભાવનગર , અમરેલી , સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો.