વાવાઝોડા તાઉ-તે ભારતના અનેક રાજ્યોમાં તબાહી મચાવી..મહારાષ્ટ્ર,  ગુજરાત. રાજસ્થાનના અનેક જિલ્લાઓને ભારે નુકસાન થયું છે…

 

     તાઉ-તે વાવાઝોડાએ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. તાઉ-તેને કારણે મુંબઈને પણ બેસુમાર નુકસાન થયું છે. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વંટોળને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયાં છે. વીજળીના થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. વાહન- વ્યવહાર અસ્ત- વ્યસ્ત થઈ ગયો છે. તાઉ-એ વાવાઝોડું હવે રાજસ્થાન પહોંચી ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. ભાવનગર, અમદાવાદ , મહુવા અને વેરાવળ, ઉના વગેરે શહેરોમાં ખૂબ નુકસાન થયાના અહેવાલ મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી મેના ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું