વાર્ષિક જ્યોતિષ

 

(વાર્ષિક રાશિભવિષ્ય : લેખક : મહેશ ચંદુલાલ શાસ્ત્રી, મો. ૯૮૨૫૬૭૮૪૮૦, ઇમેલઃ maheshshastri@yahoo.com)

મેષ (અ.લ.ઇ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ દશમે ૧૭-૧-૨૩ સુધી પછી અગિયારમે, ગુરુ રાશિથી બારમે આપની રાશિમાં રાહુ છે. દેહભુવનમાં રાહુ હોવાથી આરોગ્ય બાબતે નાનીમોટી ફરિયાદ જાવા મળે. ગૅસ-અપાચન, સાંધા, કબજિયાત જેવી તકલીફ રહે. શનિ દશમે રહી વ્યયભુવનને જાતો હોવાથી આવક કરતાં જાવક વિશેષ રહે. શુભ માર્ગે દીકરા-દીકરીનાં લગ્ન. સ્થાવર સંપત્તિમાં વૃદ્ધિ રહે. વાહન, મકાનસુખમાં વૃદ્ધિ રહે. અવિવાહિત લોકો માટે ૨૧-૪-૨૩થી યોગ બને છે. સંતાન ઇચ્છુકને ૨૧-૪-૨૩ પછી યોગ છે. વિદ્યાર્થીઅોને મહેનત માંગી લે. મહેનત પ્રમાણેના પરિણામમાં અવરોધ રહે. શનિ દશમે હોવાથી આવકક્ષેત્રમાં સંભાળવું. ભાગીદારી હોય, તો સંભાળવું. છૂટા પડવાના ચાન્સ રહે. પનોતી ન હોવા છતાં પનોતી જેવું તમને લાગે. જીવનસાથી સાથે મતભેદ જાવા મળે. વિશેષ તકલીફ જણાય, તો દર બુધવારે ગાયને લીલું ઘાસ, શનિવારે હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવાં. ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

વૃષભ (બ.વ.ઉ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ ભાગ્યમાં ૧૭-૧-૨૩ સુધી, દશમે શનિ ૧૭-૧-૨૩થી, ગુરુ બારમે ૨૧-૪-૨૩થી આવશે. રાહુ બારમા વર્ષ દરમિયાન છે. ભાગ્યભુવનનો શનિ ભાગ્યને હાનિ કરાવે. રાહુ બારમે હોવાથી અપયશ, આરોગ્ય ક્ષેત્રે સંભાળવું. સ્થાવરસંપત્તિમાં વિચારતા હોય, તો સ્થાવર વાહનસુખમાં વૃદ્ધિ કરાવે. ભાગીદારીથી ધંધો હોય, તો સંભાળવું. ભાગ્યને હાનિ કરે. ભાગીદારીથી પરેશાની આવે. ઉઘરાણી ન ફસાય તેનું ધ્યાન રાખવું. શૅરસટ્ટા, જામીનથી દૂર રહેવું. વિદેશ જનાર ઇચ્છુકને ૨૧-૪-૨૩ સુધી યોગ છે. સંતાન ઇચ્છુકને ૨૧-૪-૨૦૨૩ સુધી યોગ છે. ૨૧-૪-૨૩ પછી ઘરમાં માંગલિક પ્રશ્ન ઉકેલાય. અવિવાહિતને યોગ છે. ૨૧-૪-૨૩ પહેલાં વિવાહ શકય બને. નોકરિયાતને ટ્રાન્ફસરયોગ છે. કોર્ટ-કચેરીથી સાવધાની રાખવી. ખોટાં કાર્ય કરતાં હોય, તો દૂર રહેવું. દર બુધવારે ગાયને ગોળ-મગ જમાડવા, પોતે ખાવા. ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

મિથુન (ક.છ.ઘ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ આઠમે, તાંબાના પાયે પનોતી છે. અઢી વર્ષની, જે પૂર્ણ થઈ ૧૭-૧-૨૩ના રોજ ઊતરશે. ભાગ્યમાં શનિ આવશે. રાહુ અગિયારમે, તે શુભ છે. ગુરુ દશમો છે. ૧૭-૧-૨૩ પછીનો પિરિયડ આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે. ભાગ્યમાં હાનિ ન થાય, માટે ૨૦૨૫ સુધી શનિની ઉપાસના કરવી. ૨૧-૪-૨૩ના રોજ ગુરુ-રાહુ ભેગા થશે, માટે ૨૦૨૫ સુધી શનિની ઉપાસના કરવી. શનિથી પીડિત હોવાથી ટૅન્શન વિશેષ જાવા મળે. દરેક નાનાંમોટાં કાર્યમાં અવરોધ રહે. વિદેશગમન-યાત્રાપ્રવાસ આ વખતે વિશેષ જાવા મળે. અગાઉની ભૂલોનો પ્રડ્ઢાત્તાપ કરવો. આરોગ્ય બાબતે થોડું સંભાળવું જરૂરી છે. વિદ્યાર્થીઅોને મહેનત વિશેષ કરવી જરૂરી છે. અવિવાહિતને યોગ ૨૧-૪-૨૩ પછી સૂચવે છે. સંતાનસુખ ઇચ્છુકના મનોરથ પૂર્ણ થાય. ૨૧-૪-૨૩ પછી આપની સાથે વિશ્વાસઘાત ન થાય, તેની સાવધાની રાખવી. ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

કર્ક (ડ.હ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ સાતમે, ગુરુ ભાગ્યમાં, રાહુ દશમે છે. હાલમાં પનોતી નથી. આપને પનોતી ૧૭-૧-૨૩થી બેસે છે. રૂપાના પાયે આઠમે. 

આરોગ્ય તેમજ વ્યાપાર ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવું. જરૂર લાગે તો શનિ-રાહુનાં જપ-દાન કરાવવાં જરૂરી છે. પોતે શનિની ભક્તિ કરવી. ગૅસ-અપાચન વાયુ, સાંધા, હૃદય, સુગરને લગતું ધ્યાન રાખવું જરૂરી રહે. 

આર્થિક ખેંચ વિશેષ રહે. ઉઘરાણી ના ફસાય તેનું ધ્યાન રાખવું. નોકરિયાતવર્ગને સતર્ક રહેવું પડશે. ખોટાં કામકાજથી દૂર રહેવું. નોકરિયાતવર્ગને ટ્રાન્સફરયોગ છે. વિદેશગમનયોગ ઇચ્છુકને ઍપ્રિલ પહેલાં છે. સંતાન ઇચ્છુકને સંતાનપ્રાપ્તિ માટે યોગ છે. કુટુંબમાં વડીલવર્ગને આરોગ્ય માટે સંભાળવું. વાહન ચલાવતાં સાવધાની રાખવી જરૂરી છે. 

શનિ-રાહુના જપ ઉપર વિશેષ ધ્યાન રાખવું. સં. ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

કન્યા (પ.ઠ.ણ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ છઠ્ઠે, ગુરુ આઠમે, ભાગ્યમાં રાહુ હોવાથી અકસ્માત, પગને લગતા દર્દથી હેરાનગતિ રહે, જાન્યુઆરી ૨૩ સુધી. ત્યાર પછી શનિ સાતમે આવશે. 

ભાગીદારી, જીવનસાથી વિગેરે બાબતે ધ્યાન રાખવું પડે. શનિ ભાગ્યને જાતો હોવાથી ભાગ્યને હાનિ પહોંચે. ગુરુ ૨૧-૪-૨૩થી ધનસ્થાનને જાતો હોવાથી આર્થિક સુખ સારું રહે. ૨૧-૪ના રોજ ગુરુ આઠમેથી ભાગ્યમાં આવતો હોવાથી વિદેશગમન- યાત્રાપ્રવાસ પ્રાપ્ત થાય. નોકરિયાતને ટ્રાન્સફર- પ્રમોશન પ્રશ્ન હોય, તો સફળ બને. 

યશકીર્તિમાં વૃદ્ધિ. ઘરમાં માંગલિક પ્રશ્ન ઉકેલાય. અણધાયા* કામકાજ ધંધામાં જાવા મળે. વિદ્યાર્થીબંધુને મહેનત કરવી પડશે, તો જરૂર સફળતા મળે. 

સતાન ઇચ્છુકને સંતાનયોગ સૂચવે છે. અવિવાહિતનો પ્રશ્ન ઉકેલાય. સંવત ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

સિંહ (મ.ટ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ પાંચમે, સાતમે ગુરુ, આઠમે રાહુ હોવાથી પનોતી ના હોવા છતાં પનોતી જેવું લાગે. આર્થિક સંક્રમણ, આરોગ્ય બાબતે નાનીમોટી ફરિયાદ રહે. શનિ ૧૭-૧-૨૩થી છઠ્ઠે આવશે. શત્રુઅોના કૌટુંબિક પ્રશ્ન આપને ઉકેલવાના રહે. ગુરુ સાતમા સ્થાને ૨૧-૪-૨૩ સુધી હોવાથી પ્રશ્ન ઉકેલવામાં મદદરૂપ બને. રાહુ આઠમે હોવાથી પેટ-ગૅસ, અપાચન, કબજિયાત, સાંધાને લગતાં દર્દથી હેરાનગતિ જાવા મળે. વર્ષ દરમિયાન રાહુ આઠમે છે. તંદુરસ્તીની ચિંતા જાવા મળે. ગાયને ઘાસ-ગોળ-મગ, ભાખરી જમાડવાં. જરૂર લાગે, તો શનિ-રાહુનાં જપ-દાન કરાવવાં. નોકરિયાતવર્ગને સાવધાની રાખવી. ખોટાં કામકાજથી દૂર રહેવું. ઉતાવળિયા નિર્ણય ન લેવા. ૨૧-૪-૨૩થી ગુરુ આઠમે આવશે. નોકરી-ટ્રાન્સફર વિગેરે યોગ બને છે. વિદ્યાર્થીઅોને સખત મહેનત માંગી લે છતાં ધાયુ* પરિણામ મળે નહીં. ૐ ગં ગણપત્યે નમઃ।। જપ અવશ્ય કરવો જરૂરી રહે. અવિવાહિતને ૨૧-૪-૨૩ પહેલાં લગ્નયોગ સૂચવે. શનિની ઉપાસના વિશેષ કરવી. સંવત ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

તુલા (ર.ત.)

સંવતન ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ ચોથે, નાની પનોતી ચાલે છે. ૧૭-૧-૨૩ના રોજ ઊતરશે. તાંબાના પાયે હોવાથી શુભ છે, છતાં શનિની ભક્તિ કરવી જરૂરી રહે. ગુરુ છઠ્ઠે, રાહુ સાતમે હોવાથી જીવનસાથી સાથે મતભેદ રહે. ભાગીદારીથી વ્યાપારધંધો હોય, તો સંભાળવું. વિખૂટા પડવાના યોગ છે. સંભાળવું. હાલમાં ગુરુ છઠ્ઠે હોવાથી ૨૧-૪-૨૩ સુધી આર્થિક ક્ષેત્ર સારું ગણાય. જાન્યુઆરી ૨૩થી શનિ પાંચમે આવશે. સાવધાની રાખવી. આર્થિક ખેંચ જાવા મળે. ઉઘરાણી ફસાય તેવા યોગ છે. પતોની ઊતર્યા પછી સાવધાની રાખવી જરૂરી રહે. અવિવાહિતના યોગ ઍપ્રિલ ૨૩ પછી સૂચવે છે. સ્થાવરસંપત્તિમાં ઉત્તરોઉત્તર વૃદ્ધિ કરાવે. રોકાણ વિશેષ કરાવે. વિઘ્ન- સંતોષીઅોથી મુશ્કેલી જાવા મળે. વિદ્યાર્થીઅો માટે મહેનત માંગી લેશે. મહેનત પ્રમાણે પરિણામ જાવા ન મળે. રાહુના કારણે આળસુ બનાવે. ઘમંડ ઉત્પન્ન કરાવે. વહેમમાં વિશેષ જાવા મળે. પોતાનો સ્વભાવ ચીડિયો બને. સંતાન ઇચ્છુકની મનોકામના પૂર્ણ થશે. સંવત ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

વૃડ્ઢિક (ન.ય.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ ત્રીજે છે. પનોતી નથી. આપને પનોતી ૧૭-૧-૨૩થી સોનાના પાયે બેસશે. ગુરુ હાલમાં પાંચમે છે. ૨૧-૪-૨૩ સુધી છે, ત્યાર પછી છઠ્ઠે આવશે. રાહુ છઠ્ઠા વર્ષ દરમિયાન છે. કૌટુંબિક સુખમાં ઊણપ રહે. આપનાં માતુશ્રીને સંભાળવું જરૂરી રહે. સ્વાસ્થ્ય બાબતે હાલમાં ગુરુ પાંચમે છે. ૨૧-૪-૨૩ સુધી સ્થાવરસંપત્તિ, વાહન, યાત્રા-પ્રવાસયોગ શ્રેષ્ઠ છે. વિદ્યાર્થીઅો માટે હાલ શ્રેષ્ઠ સમય છે. ઍપ્રિલ ૨૩ સુધી મહેનત માંગી લે. ઝડપથી સફળ થશે. થોડું આરોગ્ય માટે સંભાળવું. 

ઑપરેશન, વાગવું, પડવું, અકસ્માત, શસ્ત્રક્રિયા, પગને લગતો સાંધાનો દુખાવો વગેરે જાવા મળે. સંતાન ઇચ્છુકને સંતાનપ્રાપ્તિના યોગ સૂચવે છે. નોકરિયાતવર્ગને બઢતી સાથે ટ્રાન્સફર થવાના યોગ છે. પનોતી ચાલતી હોવાથી ખોટાં કામકાજથી સંભાળવું જરૂરી છે. 

કોર્ટ-કચેરીથી દૂર રહેવું. સંવત ૨૦૭૯ નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

ધન (ભ.ધ.ફ.ઢ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ બીજે છે. હાલમાં સોનાના પાયે પનોતી ચાલુ છે. જાન્યુઆરી ૨૩માં ઊતરશે. ગુરુ ચોથે છે. રાહુ પાંચમો છે. પનોતી ઊતર્યા પછી થોડું ઘણું સારું જાવા મળે. આર્થિક મુશ્કેલીમાંથી રાહત જાવા મળે. સંતાન તરફી ચિંતા જાવા મળે. ઉતાવળિયા નિર્ણય ન લેવા. નિર્ણય લેવો હોય, તો જાન્યુઆરી ૨૩ પછી લેવો. આરોગ્ય બાબતે વિશેષ સંભાળવું. આરોગ્ય બાબતે નાનીમોટી ફરિયાદ જાવા મળે. વિદ્યાર્થીઅો માટે સતત મહેનત માગી લેશે. વિશ્વાસમાં ન રહેવું. ઍપ્રિલ ૨૩ પછી વિદ્યાર્થી માટે સારું રહે. સંતાન ઇચ્છુકને સંતાનપ્રાપ્તિના યોગ છે. વિદેશગમનનું વિચારતા હોય, તો ઍપ્રિલ ૨૩ પછી યોગ બને. ઘરમાં ધાર્મિક મંગલ પ્રસંગ આવે. અવિવાહિત માટે જાતાં ૫૦ ટકા યોગ ગણાય. સ્થાવર વાહનસંપત્તિના હાલ યોગ સારા છે. આપના સંકલ્પ સિદ્ધ થતા જાવા મળે. શનિની ભક્તિ જાન્યુઆરી ૨૩ સુધી કરવી. આરોગ્યની સંભાળ રાખવી. સંવત ૨૦૭૯ના નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

મકર (ખ.જ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે શનિ આપની રાશિમાં છે. ૧૭-૧-૨૩ સુધી છે. ૧૭-૧-૨૩થી શનિ બીજે આવશે. લોખંડના પાયેથી પનોતી ઊતરી જશે. 

હાલમાં અકસ્માત, શસ્ત્રક્રિયા, આરોગ્ય બાબતે સંભાળવું. નોકરીધંધાથી સંભાળવું. ખોટા નિર્ણય ન લેવાય, તેનું ધ્યાન રાખવું. હૃદયને લગતી ફરિયાદ હોય, તો સાવધાની રાખવી જરૂરી છે. 

રાશિથી ચોથે રાહુ હોવાથી વાયુ થાય તેવા ખોરાક ન લેવા. ગુરુ હાલમાં ભાગ્યને જાતો હોવાથી સંકટની સાંકળ જેવું કામ કરે છે. કાર્યમાં વિલંબ થાય. 

સફળતા મળે. વિદેશગમન ઇચ્છુકને હાલ ઍપ્રિલ ૨૩ સુધી યોગ છે. વિશેષ અવરોધ રહે. શનિ-રાહુના જાપ ‘ૐ ગં ગણપત્યે નમઃ।। મંત્રજાપ કરવો. નોકરી-ધંધાવાળાને આકસ્મિક લાભ મળે. પ્રમોશન મળે. ટ્રાન્સફરયોગ છે. ખોટાં કામકાજથી દૂર રહેવું. કયારેય ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. સંવત ૨૦૭૯ના નૂતનવર્ષના જયશ્રીકૃષ્ણ-સાલમુબારક. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

કુંભ (ગ.શ.સ.ષ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ બારમે ૧૭ જાન્યુઆરી ૨૩ સુધી છે. ગુરુ બીજે ૨૧-૪-૨૩ સુધી છે. ત્યાર પછી ત્રીજા થશે. રાહુ ત્રીજે છે ઍ જાતાં હાલમાં પનોતી ચાલુ છે. ધાયા* કામકાજ ન થાય. આર્થિક ક્ષેત્રે ખેંચ રહે. ખોટા ખર્ચ, કોર્ટ-કચેરી, અપયશ પ્રાપ્તકર્તા રહે. રાહુ ભાગ્યને જાતો હોવાથી ભાગ્યહાનિ રહે. શનિ-રાહુની ઉપાસના હમણાં ૨૦૨૭ સુધી ચાલુ રાખવી. જરૂર લાગે તો શનિ-રાહુનાં જપ-દાન કરાવવાથી રાહત પ્રાપ્ત થાય. અકસ્માત, શસ્ત્રક્રિયા, આરોગ્યને લગતી ફરિયાદ જાવા મળે. કૌટુંબિક કલેશ જાવા મળે. થોડી ઘણી રાહત ગુરુ ત્રીજા ૨૧-૪-૨૩માં આવ્યા પછી મેળવી શકાય. યાત્રાપ્રવાસ, ધાર્મિક કાર્ય, વિદેશગમન ઇચ્છુકને વિદેશયોગ પ્રાપ્ત કરાવે. અવિવાહિતના યોગ વિવાહ કરાવે તેવા છે. વિદ્યાર્થીઅો માટે મહેનત કરવી પડશે. અહમ્ રાખવો નહીં. જીવનસાથીની ઇચ્છા ધરાવનારને લાંબી રાહ જાવી પડે. સંવત ૨૦૭૯ના નૂતન વર્ષાભિનંદન- જયશ્રીકૃષ્ણ. આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ.

મીન (દ.ચ.ઝ.થ.)

સંવત ૨૦૭૯ના શુભારંભે સૂર્યોદયના પ્રથમ કિરણે આપની રાશિથી શનિ અગિયારમે, દેહભુવનમાં ગુરુ બીજે રાહુ છે. હાલમાં આપને પનોતી નથી. આપને પનોતી ૧૭-૧-૨૩ના રોજ બેસશે. બારમો શનિ, રાહુ બીજે છે. ગુરુ દેહભુવનમાં છે. ૨૧-૪-૨૩ના રોજ રાશિથી બીજે આવશે. પનોતી ન હોવા છતાં પનોતી જેવું વાતાવરણ ગણાય. આરોગ્ય સાથસહકાર ન આપે, તેવું જાવા મળે. ગૅસ-અપાચન, સાંધા, કબજિયાત, ઝડપી રોગનું નિદાન ન થવું વગેરે જાવા મળે. આવક કરતાં જાવક વિશેષ જાવા મળે. કોર્ટ-કચેરી-અપયશ જાવા મળે. શનિ-રાહુના કારણે વિશેષ તકલીફ રહેતી જાવા મળે. શનિની સાડા સાત વર્ષની પનોતીનો શુભારંભ થાય છે. કોઈ પણ નિર્ણય સમજીવિચારીને કરવા. ઉતાવળિયા નિર્ણય ન લેશો. નોકરિયાતવર્ગને સાવધાની રાખવી જરૂરી રહે. ખોટાં કામકાજથી દૂર રહેવું. વિદ્યાર્થીઅોને ૨૧-૪-૨૩ સુધીનો સમય શ્રેષ્ઠ છે, છતાં મહેનત કરવી પડશે. મહેનત પ્રમાણે પરિણામ ન મળી શકે. અવિવાહિતના લગ્નયોગ ઍપ્રિલ ૨૩ પહેલાં શકય બને. સંતાન ઇચ્છુક વ્યક્તિને ઍપ્રિલ ૨૩ પહેલાં યોગ છે. ઍકંદરે આપનું નૂતનવર્ષ મંગલદાયી રહે, તેવા આશિષ. સાલમુબારક-જયશ્રીકૃષ્ણ.