વારા પછી વારો, મારા પછી તારો ! રશિયા અમેરિકાના રાજદૂતોની હકાલપટ્ટી કરશે..

0
818
Reuters

અગાઉ પ્રકાશમાં આવેલા એક કિસ્સામાં એવી વિગતો બહાર આવી હતી કે, બ્રિટનમાં રશિયાના ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપીને તેની હત્યા કરવાનું કાવતરું કરવા માટે અમેરિકા સહિત યુરોપના દેશોએ પોતાના રાષ્ટ્રોમાંથી રશિયાના રાજકીય અધિકારીઓની હકાલપટ્ટી કરી હતી.અમેરિકાએ રશિયાના 60 જેટલા ડિપ્લોમેટને તગેડી મૂક્યા હતા. વળી સિએટલ ખાતેની રશિયાની વાણિજય કચે્રી પણ બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. માત્ર સાત જ દિવસના સમયગાળામાં રશિયાના રાજદ્વારી અધિકારીઓને અમેરિકા છોડીને તાત્કાલિક જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે રશિયાએ વળતો પ્રહાર કરવાનું નક્કી કરી લીધું છે. રશિયાએ અમેરિકાના 60 રાજદ્વારી અધિકારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે એમ રશિયાના વિદેશપ્રધાને જણાવ્યું હતું.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દૂતાવાસના કવચ હેઠળ 60 જેટલા રશિયન અધિકારીઓ અમેરિકામાં જાસૂસી કરી રહ્યા હતા.