વાઝેને ૩ એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલાયો, કોર્ટમાં કહ્યું- મને બલીનો બકરો બનાવયો

 

મુંબઈઃ મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને ૩ એપ્રિલ સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી ની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. વાઝેને ગુરુવારે મુંબઈમાં સ્પેશિયલ એએનઆઈ કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યા હતા. અંબાણી સુરક્ષા મામલામાં સચિન વાઝેએ એએનઆઈ કોર્ટને જણાવ્યુ કે, તેને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે. 

વાઝેએ કહ્યુ, મારે આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. સચિન વાઝેએ તે પણ કહ્યુ કે, તે માત્ર દોઢ દિવસ માટે તપાસ અધિકારી હતી. તેમણે કહ્યું, ‘મેં આ ઘટનાની તેવી તપાસ કરી જેવી કરવાનાની જરૂર હતી.’ વાઝેએ કહ્યુ, તેઓ માત્ર એકલા નહતા જેણે આ ઘટનાની તપાસ કરી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસની ટીમે પણ તપાસ કરી.

મહત્વનું છે કે એસયૂવી મામલાની તપાસમાં એક મોટા ઘટનાક્રમ હેઠળ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મુંબઈ પોલીસના એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે વિરુદ્ધ સખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. 

એએનઆઈએ જણાવ્યું કે, આ સિવાય વાઝેને ૩૦ જીવતા કારતૂસ પોલીસ અધિકારી તરીકે સરકારી કોટામાંથી આપવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી માત્ર પાંચ ગોળીઓ સચિન વાઝે પાસેથી મળી છે. બાકી ૨૫ ગોળીઓ ગાયબ છે. આ કારતૂસ ક્યાં ગયા? તેનો શું ઉપયોગ થયો? આ વિશે વાઝેએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. આ મામલાની ન માત્ર મુંબઈ મહારાષ્ટ્ર પરંતુ સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે કારણ કે આ ષડયંત્રમાં એક પોલીસ અધિકારી સામેલ છે. જેણે આ ઘટનાનું ષડયંત્ર રચ્યુ અને પોતાના સહયોગીઓ દ્વારા તેને અંજામ આપ્યો