વસ્તી વધારાને કારણે બંધારણે આપેલા અધિકારો નાગરિકો સુધી નથી પહોંચતા

 

 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ઍક અરજી થઇ છે જેમાં વસતી વધારાને કાબુ કરવા માટે કાયદો લાગુ કરી શકાય કે કેમ તેની તપાસ કરવાની માગ કરાઇ છે. નાગરિકોના મૌલિક અધિકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વસતી વધારાને કાબુમાં કરવા માટે આકરો કાયદો લાગુ કરવાની પણ માગ કરવામાં આવી છે. આધ્યાત્મિક ધર્મગુરૂ દેવકીનંદન ઠાકુર દ્વારા આ અરજી કરવામાં આવી છે. અરજદાર દેવકિનંદને દાવો કર્યો છે કે નાગરિકોના મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે વસતી વિસ્ફોટ પર કાબુ મેળવવો અતી જરૂરી છે. હાલ દેશની દરેક મુશ્કેલીઓનું મૂળ કારણ વસતી વધારો પણ છે. જોકે અગાઉ કેન્દ્ર સરકારે કહ્નાં હતું કે પરિવાર નિયોજન અંતર્ગત બે બાળકોની નીતિ માટે લોકોને મજબૂર કરવા યોગ્ય નથી. કેન્દ્રઍ સુપ્રીમને કહ્નાં હતું કે લોકોને ઓછા બાળકો પેદા કરવા માટે સરકાર દબાણ ન કરી શકે. પરિવાર નિયોજન ઍક સ્વેચ્છિક નેચરનો પ્રોગ્રામ છે. લોકોની ઇચ્છા મૂજબ ફેમેલી પ્લાનિંગની યોજના છે.  બીજી તરફ વકીલ આશુતોષ દુબેઍ અરજદાર વતી દલીલ કરી હતી કે વસતી વધવાને કારણે નાગરિકો અને ખાસ કરીને મહિલાઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્નાં છે. અર્થવ્યવસ્થા પર માઠી અસર થઇ રહી છે. ઍવો દાવો કરાયો છે કે બંધારણના આર્ટિકલ ૨૧-૨૧ઍ મુજબ સાફ હવા, પીવાનું પાણી, સ્વાસ્થ્ય અને જીવીકાની ગેરંટી ત્યારે જ શક્ય છે જ્યારે વસતી વધારા પર કાબુ મેળવી લેવાય માટે કાયદો લાવવો અતી જરૂરી છે.