વસાહતીઓની હકાલપટ્ટી કરવાની સરકારની હિલચાલ સામે અવાજ ઉઠાવોઃ સેનેટર કમલા હેરિસ

વોશિંગ્ટનઃ યુનાઇટેડ સ્ટેટ્સનાં સેનેટર અને સંભવિત ભાવિ પ્રમુખપદનાં ઉમેદવાર મનાતાં કમલા હેરિસે સામુદાયિક અગ્રણીઓને હાકલ કરી હતી કે એકતા દર્શાવીને વસાહતીવિરોધી નફરત સામે અવાજ ઉઠાવવો જોઈએ.
અમેરિકાના વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ફેલાવાતી નફરત સામે અવાજ ઉઠાવવા તેમણે એલાન કર્યું હતું. ડીએસીએ અને ટીપીએસમાં ફેરફારો કરી ઇમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરવાની સરકારની ઇચ્છા સામે સંગઠિત થઈને લડત અપવા તેમણે કોમ્યુનિટી અગ્રણીઓને અપીલ કરી હતી. ભારતીય મૂળનાં સૌપ્રથમ મહિલા સેનેટર કમલા હેરિસે તાજેતરમાં ૨૦૦ ભારતીય-અમેરિકી રાજકીય ઉમેદવારો, ચૂંટાયેલા અધિકારીઓ, દાતાઓ, સામુદાયિક અગ્રણીઓ સહિતના અગ્રણીઓને સંગઠિત થઈને સરકાર સામે લડત આપવા એલાન કર્યું હતું.
કમલા હેરિસે જણાવ્યું હતું કે અમેરિકા વસાહતીઓનો દેશ છે, જે માત્ર અમેરિકન પ્રજાનો છે તેવી વિચારધારાના ફેલાવા થકી ઇમિગ્રન્ટ્સ સામે હેટ ક્રાઇમ આચરવામાં આવે છે અને તેઓને કરાતા અન્યાય સામે સૌએ ભેગા થઈને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. સત્ય બોલીને નફરત ફેલાવતા લોકો સામે અવાજ ઉઠાવવો જોઈએ.
વહીવટી તંત્ર દ્વારા ડીએસીએ અને ટીપીએસમાં ફેરફારો કરી વસાહતીઓની હકાલપટ્ટી કરવાની શરૂ થયેલી ઝુંબેશ સામે આંદોલન કરવું જરૂરી છે. આ દેશ વસાહતીઓ દ્વારા જ વસાવવામાં આવ્યો છે જેઓએ અમેરિકી અર્થતંત્રમાં વિકાસમાં મજબૂત યોગદાન આપ્યું છે. આથી ભારતીય-અમેરિકી અગ્રણીઓએ રાજકીય ક્ષેત્રે પોતાનું નેતૃત્વ વધારવા માટે સંગઠિત થવું જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here