વિશ્વ રક્તદાતા દિવસ: સુરતમાં એક વર્ષમાં એક લાખથી વધુ લોકોનું સ્વૈચ્છીક રક્તદાન

સુરત: રક્તદાન મહા દાન ગણવામાં આવે છે. તેવા સમયે સુરતમાં એક વર્ષમાં સ્વૈચ્છિક રક્તદાન એક લાખ લોકોથી વધુ રકતદાતાઓએ દાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓની તકલીફ દૂર કરી અને કેટલાકને નવજીવન અપાવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરે સુરતના સેવાભાવી વ્યક્તિઓ સ્વૈચ્છિક રક્તદાનમાં આગળ છે.
સુરત શહેર અને જિલ્લામાં એક લાખથી વધુ સેવાભાવી વ્યક્તિઓ છે કે એક વર્ષેમા સ્વૈચ્છિક રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓ તકલીફ દૂર કરી અને ઘણા દર્દીઓની નવી જિંદગી અપાવી છે. સુરતમાં ૧૦ રક્ત બેન્ક છે. જેમાં સુરત રક્તદાન કેન્દ્રમાં એક વર્ષેમાં અંદાજીત ૨૭૦૦૦ રક્તદાતાઓ, લોક સમર્પણ બ્લડ બેન્કમાં ૨૩૦૦૦ રક્તદાતાઓ રક્તદાન કર્યુ હતુ. જયારે અન્ય બેન્કમાં રક્તદાન થાય છે. જરૂૃરિયાતમંદ દર્દીઓને માટે શહેરના સેવાભાગી વ્યક્તિઓ તથા સંસ્થાઓ સહિતના લોકો રક્તદાન કરવા હર હંમેશા તૈયાર રહેતા હોય છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં બાદ બીજા નંબરે સુરતમાં સ્વૈચ્છિક રક્તદાન કરે છે. એવુ સુરત રકતદાન કેન્દ્રના નિતેષ મહેતાએ જણાવ્યું હતું.
નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે રેસીડન્ટ ડોક્ટર એસો. દ્વારા વિશ્વ રક્તદાતા દિવસે જ સિવિલની બ્લડ બેન્કમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. જેમાં રેસીડેન્ટ ડોક્ટરો ડોક્ટરો તથા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રક્તદાન કરશે અને પર્યાવરણ બચાવવા માટે ૧૦૦ થી વધુ વૃક્ષાનો છોડ રોપવામાં આવશે. એટલુ નહી પણ નવી સિવિલમાં ડોકટરો દર્દીને સારવાર આપીને જીદગી બચાવે છે. પણ દર્દીને રક્તની જરૂર હોય કેટલાક ડોકટરે પોતે રક્તદાન કરીને દર્દીની જીદગી બચાવવા આગળ આવે છે.
સિવિલમાં રક્તદાન કરનાર ઓર્થો.ના વડા ડો. હરી મેનન, સર્જરીના વડા ડો. નિમેષ વર્મા, મેડીસીનના ડો.અશ્વિન વસાવા, ડો.અભય કવિશ્વર, ડો. મયુર જરગ, જીતેન્દ્ર પટેલ, ડો. ચિરાગ, ડો. કેતન નાયક, ડો.લક્ષ્મણ સહિતના ડોકટરો રક્તદાન કરે છે. આ સાથે નર્સિગ સ્ટાફ પણ દર્દીને ઇમરજન્સીમાં જ્યારે રક્તની જરૂર હોય તે સમયે નર્સિગ સ્ટાફના ઇકબાલ કડીવાલા, દિનેશ અગ્રવાલ, વિરેન પટેલ, વિભોર, નિલેશ સહિત દર્દીઓની તકલીફ દુર કરે છે.
નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરવાથી સુરત શહેર અને જિલ્લાના દર્દીઓને જે તે સમયે રક્ત સરળતાથી મળી રહે છે. થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા, હિમોફિલીયા, કેન્સર, ડાયાલિસિસ કરાવતા દર્દીઓ, મેજર ઓપરેશન, પ્રસુતા સમયે મહિલાઓને તેમજ અકસ્માત સમયે વખતોવખત લોહીની જરૂર પડતી હોય છે. તે માટે રક્તદાન કરો, પ્લાઝમા આપો, જીવન મરણ વચ્ચે ઝૉલા ખાતા કોઈ રક્તની જરૂરિયાતવાળા દર્દીઓ માટે તેમની જીવનદાન બક્ષવા માટે આપણે સૌએ સ્વૈચ્છિક રક્તદાન કરવું જોઈએ.