વલસાડના ગરાસિયા પરિવારની મુસ્લિમ યુવતી હુમૈરા  લંડન કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બની ..

0
692

 

Reuters

વલસાડના ગરાસિયા પરિવારની મુસ્લિમ મહિલા હુમૈરાએ લંડનની સિટી કાઉન્સિલમાં ( કાઉન્સિલર તરીકે) ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીમાં જીત હાંસલ કરીને હુમૈરાએ કાઉન્સિલ તરીકે ચૂંટાઈ આવનારી પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલાનું  માન મેળવ્યું છે. હુમૈરાએ રાજનીતિ શાસ્ત્ર ( પોલિટિક્સ) ના વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે. હુમૈરા બ્રિટન યુથ પાર્લામેન્ટની ભૂતપૂર્વ સભ્ય હતી. લંડનમાં જન્મેલી હુમૈરા રાજકારણમાં ઝંપલાવવા માગે છે. રાજકારણના ક્ષેત્રમાં જ તે પોતાની કારકિર્દી બનાવવાની મહેચ્છા ઘરાવે છે. રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવીને જન- સેવા કરવાનો એણે નિર્ણય કર્યો હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.