વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથન કહે છેઃ બીજી લહેર ભયાનક હોઈ શકે છે..

 

  વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, વીકેન્ડ લોકડાઉન, નાઈટ કરફયુ જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે પરંતુ આ બીજી લહેરનો સામનો કરવો જ પડશે. પૂરતા લોકોને જયાં સુધી વેકસીન ન અપાય ત્યાં સુધી પરિસ્થિતિ ચિંતાજનક જ રહેવાની. હજી કોરોના મહામારીની વધુ  લહેરો હોઈ શકે છે. હવે આપણે વેકસીન આાપવાની ગતિ ને સંખ્યા વધારવી પડશે. અમેરિકામાં રોજના સરેરાશ 30 લાખ ડોઝ અપાય છે, જયારે ભારતમાં રોજ 26 લાખ વેકસીન- ડોઝ આપવામાં આવી રહ્યા છે. લોકોએ નિયમોનું પાલન કરવું જ પડશે.