વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન- વિશ્વ આરોગ્ય સંસ્થા આપે છે – ચેતવણી ….હજી કોરોનાને ભયાનક તબક્કો આવી રહ્યો છે…

 

     વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેસને ચેતવણી ઉચ્ચારી છે કે, ઠંડીની ઋતુમાં યુરોપમાં કોવિડ-19ના સંક્રમણમાં ભયાનક વધારો થવાની સંભાવના છે. હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ વધવા માંડશે તેમજ મૃત્યુનો દર પણ વધતો જશે. ઠંડી ઋતુમાં યુવા વર્ગ વૃધ્ધ લોકોની વધુ નિકટ રહેશે, તે ભયજનક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અમે કોઈ પણ પ્રકારની બિનજરૂરી ભવિષ્યવાણી કરવા માગતા નથી. પરંતુ અમને શંકા છે કે, આ સમયગાળા દરમિયાન વધુને વધુ લોકો બીમાર થઈને હોસ્પિટલમાં દાખલ થશે. ઠંડીની મોસમ એટલે કફ- શરદીની મોસમ. જેમાં વૃધ્ધોના વધુ મોત થવાની આશંકા છે. સંક્રમણ વધુ ખતરનાક સાબિત થશે.