વર્લ્ડ હેલ્થઓર્ગેનાઈઝેશન – who કોરોના વાયરસને મહામારી જેવો ભયંકર ગણાવ્યો .

0
1100

 

          વર્લ્ડ   હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષે જિનિવામાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આપણે કોરોના વાયરસ જેવી મહામારી ( ભયંકર જીવલેણ રોગ) કયારેય જોઈ નથી. આ એક પ્રકારની મહામારી છે..  દુનિયાભરમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકોના જીવન અને તેમના રોજગારને એને કારણે બહુજ માઠી અસર થઈ રહી છે. 

           કોરોના વાયરસને કારણે સાવચેતીના પગલા તરીકે ભારત સરકારે ડિપ્લોમે્ટિક સિવાયના દરેક પ્રકારના વિઝા 15મી એપ્રિલ સુધી રદ કર્યા છે. 13 માર્ચથી એ લાગુ કરવામાં આવશે.  ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીન, ઈટલી, ઈરાન, કોરિયા , ફ્રાંન્સ. સ્પેન અનૈ જર્મનીથી આવતા અને ઉપરોક્ત દેશોની મુલાકાત લઈ ચૂકેલા ભારતીય સહિતના નાગરિકોને 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. કેરળ, રાજસ્થાન

( જયપુર) પૂણે, કર્ણાટક સહિત દેશમાં વાયરસ સંક્રમણના 68 કેસ બહાર આવ્યા છે. સરકારે ફ્રાન્સ, જર્મની અને સ્પેનના નાગરિકોના ભારત પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.